For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના બધા રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 95 હજારથી વધુ નવા કેસ નોંધાયા

કોરોના વાયરસના બધા રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 95 હજારથી વધુ નવા કેસ નોંધાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ મહામારીનો કહેર સતત વધી રહ્યો છે. હવે ફરી એકવાર રેકોર્ડ સંખ્યામાં નવા મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 95,735 નવા મામલા સામે આવ્યા છે અને 1172 દર્દીના મોત થયા છે. દેશમાં હવે કોરોના પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 44,65,864 છે, જેમાંથી 9,19,018 સક્રિય મામલા, 3471784 સાજા/ ડિસ્ચાર્જ/ વિસ્થાપિત મામલા અને 75062 મોત સામેલ છે.

ક્યાં કેટલા કેસ મળ્યા?

ક્યાં કેટલા કેસ મળ્યા?

આસામમાં 2243 નવા મામલા નોંધાયા છે, કુલ મામલાની સંખ્યા 1,33,066 થઈ ગઈ છે. જેમાંથી 101239 રિકવરી, 396 મોત અને 31428 સક્રિય મામલા સામેલ છે. મહારાષ્ટ્રમા 23816 નવા મામલા સામે આવ્યા છે, 13906 ડિસ્ચાર્જ અને 325 મોત નોંધાયા છે. રાજ્યમાં કુલ મામલાની સંખ્યા વધીને 9,67,349 થઈ ગઈ છે, જેમાં 6,86,462 રિકવરી અને 2,52,734 સક્રિય મામલા સામેલ છે.

રાજસ્થાનમાં કોરોનાના મામલા

રાજસ્થાનમાં કોરોનાના મામલા

રાજસ્થાનમાં 1610 નવા મામલા અને 14 મોત નોંધાયા છે. 15108 સક્રિય મામલા અને 1178 મોત સહિત મામલાની કુલ સંખ્યા 95736 થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં 3107 નવા કોવિડ 19ના મામલા અને 53 મોત નોંધાયા છે. રાજ્યમાં કુલ મામલા 1,90,063 થઈ ગઈ છે, જેમાં 1,62,992 ડિસ્ચાર્જ, 23341 સક્રિય અને 3730 મોત સામેલ છે. હરિયાણામાં 2294 નવા મામલા નોંધાયા છે. ઉત્તરાખંડમાં 1061 નવા મામલા નોંધાયા છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં9540 મામલા નોંધાયા છે.

આંધ્ર પ્રદેશની સ્થિતિ વણસી

આંધ્ર પ્રદેશની સ્થિતિ વણસી

આંધ્ર પ્રદેશમાં 10481 નવા મામલા નોંધાયા છે. અહીં સક્રિય મામલાની સંખ્યા વધીને 97271 થઈ ગઈ છે અને 4634 લોકોના મોત થઈ ચૂક્યાં છે. દિલ્હીમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 4039 નવા મામલા અને 20 મોત નોંધાયા છે, જેનાથી કુલ મામલાનો આંકડો 2 લાખને પાર કરી ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ મામલા 201174 થઈ ગયા છે.

ઉત્તર પ્રદેશમાં કોરોનાનો કહેર

ઉત્તર પ્રદેશમાં કોરોનાનો કહેર

ઉત્તર પ્રદેશમાં કોરોનાના 6711 નવા મામલા સામે આ્યા છે. સક્રિય મામલાની કુલ સંખ્યા 64028 છે. જે લોકો સંપૂર્ણપણે ઠીક થઈને ઘરે ચાલ્યા ગયા છે તેમની સંખ્યા 216901 થઈ ગઈ છે. પોંડીચેરીમાં કોરોનાના કુલ 341 નવા મામલા નોંધાયા છે અને હિમાચલ પ્રદેશમાં કુલ મામલાની સંખ્યા વધીને 7880 થઈ ગઈ છે.

અસમ, અરુણાચલ પ્રદેશના ગામો ખાલી કરવાના સમાચારને ભારતીય સેનાએ કહ્યા Fake Newsઅસમ, અરુણાચલ પ્રદેશના ગામો ખાલી કરવાના સમાચારને ભારતીય સેનાએ કહ્યા Fake News

English summary
india registered highest covid 19 cases in single day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X