For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં મંકીપૉક્સના 4 કેસ, ઓરિસ્સાના પબ્લિક હેલ્થ ડાયરેક્ટરે કહ્યુ, બધા રાજ્યોએ એલર્ટ રહેવાની જરુર

દેશ પહેલેથી જ કોરોના સંક્રમણ સામે લડી રહ્યો છે ત્યારે મંકીપૉક્સે લોકોની ચિંતા વધારી દીધી છે. જાણો ઓરિસ્સાના જાહેર આરોગ્ય નિયામકે શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશ પહેલેથી જ કોરોના સંક્રમણ સામે લડી રહ્યો છે ત્યારે મંકીપૉક્સે લોકોની ચિંતા વધારી દીધી છે. જે રીતે એક પછી એક મંકીપૉક્સના કેસ સામે આવી રહ્યા છે તે અંગે આરોગ્ય એજન્સીઓ સતર્ક બની છે. ઓરિસ્સાના જાહેર આરોગ્ય નિયામક ડૉ. નિરંજન મિશ્રાએ જણાવ્યુ હતુ કે ભારતમાં મંકીપૉક્સના 4 કેસ નોંધાયા છે. જેમાંથી 3 કેરળ અને એક દિલ્લીમાં નોંધાયા છે. મંકીપૉક્સ અંગે તમામ રાજ્યો સતર્ક રહે તે જરૂરી છે, અમે તમામ જિલ્લાઓને એડવાઈઝરી જાહેર કરી છે કે લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી પર નજર રાખે, હાઈ રિસ્ક દેશોમાંથી આવતા લોકો પર નજર રાખે.

health director

લેટેસ્ટ માહિતી મુજબ મંકીપૉક્સ સમગ્ર વિશ્વમાં તેના પગ ફેલાવી રહ્યુ છે. અત્યાર સુધીમાં 78 દેશોમાં આ સંક્રમણ 18 હજાર લોકોને ચપેટમાં લઈ ચુક્યુ છે. લગભગ 70 ટકા કેસ યુરોપમાં છે જ્યારે 25 ટકા કેસ અમેરિકામાં છે. રાહતની વાત એ છે કે મંકીપૉક્સના કારણે અત્યાર સુધીમાં માત્ર 5 લોકોના મોત થયા છે. વળી, મંકીપૉક્સના 1800 દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ભારતમાં પણ મંકીપૉક્સનું જોખમ વધી રહ્યુ છે. ગાઝિયાબાદ અને નોઈડામાં મંકીપૉક્સના 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે મંકીપૉક્સ રોગ પ્રાણીઓમાંથી માણસોમાં પસાર થયો છે. આ કારણે ચેપગ્રસ્ત દર્દીના શરીર પર શીતળા જેવી ફોલ્લીઓ થાય છે. મંકીપૉક્સ સામે લડવા માટે ભારત સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે જણાવે છે કે જે લોકો મંકીપૉક્સના સંપર્કમાં આવ્યા છે તેમને 21 દિવસ માટે અલગ રાખવાની જરૂર છે. આ સાથે તેમણે માસ્ક પહેરવુ જરૂરી છે. હાથ નિયમિતપણે સાફ કરવા જોઈએ. શરીરના જે ભાગને આ ચેપ લાગ્યો છે તેને ઢાંકીને રાખવો જોઈએ.

સરકારે મંકીપૉક્સના પરીક્ષણ માટે કીટ તૈયાર કરવા અને તેની રસી તૈયાર કરવા માટે રસ વ્યક્ત કર્યો છે. એટલે કે હવે આ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે અને આ વિસ્તાર સાથે સંકળાયેલા લોકોને આગળ આવવા આમંત્રણ આપવામાં આવ્યુ છે. મંકીપૉક્સની રસી તૈયાર કરવામાં રસ ધરાવતી કોઈપણ કંપની તેના માટે અરજી કરી શકે છે. સારી વાત એ છે કે નેશનલ વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટ, પૂણેએ મંકીપૉક્સ વાયરસને અલગ કરવામાં સફળતા મેળવી છે.

English summary
India report 4 Monkeypox cases Odisha raises alarm says all states needs to alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X