For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોના રિકવરી રેટ 58%થી વધુ, 19 દિવસમાં બમણા થઈ રહ્યા છે કેસ

દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતનો આંકડો 5 લાખની ઉપર પહોંચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતનો આંકડો 5 લાખની ઉપર પહોંચી ગયો છે પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3 લાખ પાસે પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં બેઠક શનિવારે થઈ. જેમાં સંબંધિત વિભાગોના મંત્રી અને અધિકારી શામેલ થયા. તેમણે જણાવ્યુ કે દેશમાં કોરોનાનો રિકવરી દર 58 ટકાથી વધુ થઈ ચૂક્યો છે.

harshvardhan

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યુ છે કે દેશનો રિકવરી રેટ 58 ટકાથી ઉપર જતો રહ્યો છે અને લગભગ 3 લાખ લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને સાથે એ પણ કહ્યુ કે આપણો મૃત્યુદર 3% પાસે છે જે બહુ ઓછો છે. ભારતમાં કોરોનાા કેસ બમણા થવાની ગતિ લગભગ 19 દિવસ થઈ ચૂકી છે. આ દર દેશમાં લૉકડાઉનના 3 દિવસ પહેલાનો દર હતો.

ડૉ. હર્ષવર્ધને જણાવ્યુ કે 80 ટકા કેસ 8 રાજ્યોમાં થયા છે. મોત પણ આ રાજ્યોમાં થઈ છે. 13 લાખ બેડની વ્યવસ્થા કરી છે જેને આગળ આવનારા દિવસોમાં વધારશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે એક લેબથી યાત્રા શરૂ કરી હતી જે અત્યારે એક હજાર છવ્વીસ લેબ છે. રોજ હવે 2 લાખથી વધુ સેમ્પલના ટેસ્ટ કરી રહ્યા છે. અલગ અલગ કેસો માટે 1 લાખ 30 હજારથી વધુ ફરિયાદો મળી. જેમાંથી 80 ટકા કેસ નિપટાવી દેવામાં આવ્યા છે.

તેમણે લોકોને અપીલ કરી છે કે કોરોના માટે સતર્ક રહો, માસ્કો ઉપયોગ કરવાનુ ન ભૂલવુ, હાથની સફાઈનુ ધ્યાન રાખીશુ અને ભીડવાળા વિસ્તારમાં ન જવુ. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના એક દિવસમાં સૌથી વધુ રેકોર્ડ 18,552 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે દેશમાં 384 લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારત સંક્રમિત દેશોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયુ છે.

જેપી નડ્ડાએ સોનિયા ગાંધીને પૂછ્યુ, દેશને જણાવો કોંગ્રેસે કઈ રીતે કર્યો જનતા સાથે વિશ્વાસઘાતજેપી નડ્ડાએ સોનિયા ગાંધીને પૂછ્યુ, દેશને જણાવો કોંગ્રેસે કઈ રીતે કર્યો જનતા સાથે વિશ્વાસઘાત

English summary
India's coronavirus recovery rate above 58 per cent says Union Health Minister Harsh Vardhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X