For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા ડોંક્યુમેંટ્રી: કેન્દ્ર સરકારે ફટકારી BBCને નોટિસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 માર્ચ: ભારત સરકારે નિર્ભયા ગેંગરેપ પર બનાવવામાં આવેલી ડોક્યુમેંટ્રી 'ઇન્ડિયાઝ ડોટર'ને પ્રસારિત કરવા પર બીબીસીને કાનૂની નોટિસ ફટકારી દીધી છે. બીબીસીએ ગુરુવારે સરકારની સલાહની ઉપરવટ જઇને આ ડોક્યુમેંટ્રીને બ્રિટેનમાં પ્રસારિત કરી દીધી હતી.

ડોક્યુમેંટ્રીમાં ગેંગરેપના દોષીઓનું એક વિવાદાસ્પદ ઇંટરવ્યૂ પણ છે, જેની પર ભારતમાં જોરદાર વિવાદ ઉઠી રહ્યો છે. ડોક્યુમેંટ્રીમાં નિર્ભયાનું અસલી નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેની પર તેમના પરિવારજનોએ કોર્ટમાં જવાની ધમકી આપી દીધી છે.

બીબીસીએ આ ડોક્યુમેંટ્રી ગુરુવારે સવારે પ્રસારિત કરી દીધી હતી. ત્યારબાદ તે ઘણા કલાકો સુધી 'યૂ-ટ્યૂબ પર રહી અને ઘણા લોકોએ તેને ડાઉનલોડ પણ કરી લીધી. સરકારે યૂ-ટ્યૂબને તાત્કાલિક આ ડોક્યૂમેંટરીને હટાવવા નિર્દેશ કર્યો, ત્યારબાદ સાંજે તેને હટાવી દેવામાં આવી. જોકે આ ડોક્યુમેંટ્રી ઘણી જગ્યાએ હજી યૂ-ટ્યૂબ પર હાજર છે.'

nirbhaya
બીબીસીને કાનૂની નોટિસ ઉપરાંત દિલ્હી પોલીસે ડોક્યુમેંટ્રીને અપલોડ નહીં કરવાની સખત ચેતવણી આપી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે તે આ મામલાની તપાસ કરી રહી છે. વીડિયોને ફરીથી અપલોડ કરનારાની વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલા ગૃહમંત્રી રાજનાથ સિંહે બીબીસી વિરુદ્ધ કાર્યવાહીના સંકેત આપી દીધા હતા. તેમણે જણાવ્યું કે 'અમે તમામ ચેનલોને સૂચિત કર્યા છે કે ડોક્યુમેંટ્રીને પ્રસારિત ના કરવી જોઇએ. પરંતુ બીબીસીએ તેને લંડનમાં પ્રસારિત કરી દીધી. હવે જે પણ પગલા આપણે ભરવાના છે તે ગૃહમંત્રાલય ભરશે.'

તેમણે જણાવ્યું કે 'અમે બીબીસીને જણાવ્યું હતું કે તે ડોક્યુમેંટ્રી પ્રસારિત ના કરે, પરંતુ બીબીસીએ જણાવ્યું કે આ એક સ્વતંત્ર સંગઠન છે અને તે પ્રસારણ કરશે.' એ પૂછાતા કે સરકાર શું કરી શકે છે, સિંહે જણાવ્યું કે 'આ સમયે કોઇ ટિપ્પણી નહીં કરું. હું એ જ કહી શકું છું કે જે જરૂરી છે, તે કરવામાં આવશે. જો શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તો ઉપર્યુક્ત કાર્યવાહી કરવામાં આવશે.'

English summary
India's Daughter: Government sends legal notice to BBC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X