For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના ગરીબો 17 રૂપિયામાં દિવસ ગુજારે છે : સર્વે

|
Google Oneindia Gujarati News

poor-man
નવી દિલ્હી, 21 જૂન : દેશના સૌથી ગરીબ લોકો ગામડાઓમાં રહે છે. આ અત્યંત ગરીબો એક દિવસ માત્ર રૂપિયા 17 ખર્ચ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જયારે શહેરોના અત્યંત ગરીબ લોકોનો પ્રતિ દિનનો ખર્ચ રૂપિયા 23 હોવાનું નેશનલ સેમ્‍પલ સર્વે ઓફિસ દ્વારા ગુરુવારે જાહેર કરવામાં માહિતીમાં જણાવવામાં આવ્યું છે.

દેશની નિમ્‍ન સ્‍તરની પાંચ ટકા વસ્‍તી એટલે કે, સૌથી ગરીબ લોકોનો સરેરાશ માથાદીઠ ખર્ચ ગ્રામીણ વિસ્‍તારોમાં રૂપિયા 521.44 અને શહેરી વિસ્‍તારોમાં રૂપિયા 700.50 છે. દેશની ટોચની પાંચ ટકા વસ્‍તીનો માસિક માથાદીઠ ખર્ચ ગ્રામીણ વિસ્‍તારોમાં રૂપિયા 4,481 અને શહેરી વિસ્‍તારોમાં રૂપિયા 10,282 છે.

આ અંગે જુલાઇ 2011થી જૂન 2012 દરમિયાન દ્વારા કરાયેલા 68મા સર્વેમાં ગ્રામીણ ભારતનાં 7,496 ગામડાં અને કેટલાક અંતરિયાળ વિસ્‍તારો સિવાય 5,263 શહેરી બ્‍લોકનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

એનએસએસઓ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્‍યું છે કે અખિલ ભારતીય આધારે સરેરાશ ગ્રામીણ ભારત માટે આશરે રૂપિયા 1,430 અને શહેરી ભારત માટે આશરે રૂપિયા 2,630 છે. સમગ્ર દેશમાં સરેરાશ શહેરી એમપીસીઇ સરેરાશ ગ્રામીણ એમપીસીઇ કરતા લગભગ 84 ટકા ઊંચો છે. જોકે, સમગ્ર રાજયોમાં વ્‍યાપક તફાવત જોવા મળે છે.

English summary
India's poorest survive on Rs 17 per day : Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X