For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા કાનૂન હેઠળ વિજય માલ્યાની 12,500 કરોડની સંપત્તિ જપ્ત થશે

ભારતની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને ફરાર થયેલા વિજય માલ્યાને નવા કાનૂન હેઠળ જોરદાર ફટકો પડવા જઈ રહ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને ફરાર થયેલા વિજય માલ્યાને નવા કાનૂન હેઠળ જોરદાર ફટકો પડવા જઈ રહ્યો છે. ઈડી ટીમ વિજય માલ્યા વિરુદ્ધ આર્થિક અપરાધ બિલ હેઠળ 12,500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવા માટે મુંબઈ હાઇકોર્ટ પહોંચી ગયી છે. ઈડી ઘ્વારા મુંબઈ હાઇકોર્ટમાં આર્થિક અપરાધ હેઠળ વિજય માલ્યા વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ફરાર થયેલા વિજય માલ્યાની બધી જ સંપત્તિ જપ્ત કરવામાં આવશે. દેશમાંથી પૈસા લઈને ફરાર થયેલા અપરાધીઓ વિરુદ્ધ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ લાવવામાં આવ્યું છે.

vijay mallya

મુંબઈ હાઇકોર્ટમાં ઈડી ઘ્વારા દાખલ કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ નવા કાનૂન હેઠળ વિજય માલ્યા અને તેની કંપનીની લગભગ 12,500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવા જઈ રહ્યા છે. ઈડી ઘ્વારા વિજય માલ્યા વિરુદ્ધ કોર્ટમાં મની લોન્ડરિંગ હેઠળ બે ચાર્જશીટ દાખલ કરીને પુરાવા પણ રજુ કરવામાં આવ્યા હતા.

ભારતમાં માલ્યાના પ્રત્યાર્પણ અંગે લંડનમાં મની લોન્ડરિંગ કેસમાં ટ્રાયલ ચાલી રહ્યું છે. માલ્યા પર દેશમાં વિવિધ બેંકો પર 9000 કરોડ રૂપિયાના દેવાનો મામલો નોંધાયેલો છે.

ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ અમલમાં આવ્યા પછી પહેલીવાર ઈડી ટીમ વિજય માલ્યા વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહી છે. જયારે બીજી બાજુ પંજાબ નેશનલ બેંકને ચૂનો લગાવીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી અને મેહુલ ચોક્સી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે ઈડી મન બનાવી લીધું છે.

English summary
India seeks fugitive tag for Mallya, ED moves court to confiscate Rs 12,500-crore assets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X