For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં આજે હટાવાશે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ક્વૉરંટાઈનના નિયમ, જાણો શું છે નવી ગાઈડલાઈન

ભારત સરકારે સંપૂર્ણપણે રસીકરણવાળા વિદેશી મુસાફરોને ટેસ્ટિંગ અને કવૉરંટાઈન વિના જ એરપોર્ટથી બહાર જવાની મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત સરકારે સંપૂર્ણપણે રસીકરણવાળા વિદેશી મુસાફરોને ટેસ્ટિંગ અને કવૉરંટાઈન વિના જ એરપોર્ટથી બહાર જવાની મંજૂરી આપી દીધી છે. આ આજે એટલે કે સોમવાર(25 ઓક્ટોબર)થી લાગુ થઈ ગયુ છે. જો કે આ મંજૂરી માત્ર એ જ દેશોના મુસાફરોને ભારતે આપી છે જ્યાં વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) દ્વારા મંજૂર કરાયેલ કોવિડ1-9 વેક્સીન લગાવવામાં આવી રહી છે. ડબ્લ્યુએચઓ અપ્રૂવ્ડ કોરોના વેક્સીન લેનારા મુસાફરોને હવે એરપોર્ટ પર કોરોના તપાસ અને ક્વૉરંટાઈન માટે રોકવામાં નહિ આવે. જો કે મુસાફરોને કોરોનાની તપાસનો એક નેગેટીવ રિપોર્ટ એરપોર્ટ પર બતાવવાનો રહેશે.

covid

ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે બુધવારે જાહેર કરાયેલ સુધારાયેલ દિશાનિર્દેશો મુજબ બહારથી આવતા મુસાફરોને કોવિડ-19 આરટી-પીસીઆર રિપોર્ટ આપવો પડશે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય આગમન માટે આ દિશાનિર્દેશ આ વર્ષે 17 ફેબ્રુઆરી અને ત્યારબાદ જાહેર કરવામાં આવેલ અન્ય બધા દિશાનિર્દેશોની જગ્યાએ લાગુ કરવામાં આવશે. નવી ગાઈડલાઈનમાં જે નિયમ છે તે મુજબ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ભારત આવવા પર અમુક વાતોનુ ધ્યાન રાખવુ પડશે.

જો વેક્સીનેટ ન હોય તો એવા મુસાફરોને ભારતમાં કોવિડ-19 ટેસ્ટ કરાવવો પડશે. ત્યારબાદ 7 દિવસ માટે ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. વળી, આઠમાં દિવસે કોરોના તપાસ કરાવવી પડશે. જો રિપોર્ટ પૉઝિટિવ આવશે તો તેમણે ખુદ પોતાની દેખરેખ રાખવી પડશે.

આ નવા દિશા નિર્દેશોનુ પાલન માત્ર આંતરરાષ્ટ્રીય મુસાફરોને જ નહિ પરંતુ એરલાઈનને પણ માનવા પડશે. આ એસઓપાી 25 ઓક્ટોબરથી આગલા આદેશ સુધી લાગુ રહેશે. કોરોનાના કેસ પર ધ્યાન આપતી વખતે સમયે-સમયે આમાં ફેરફાર કરવામાં આવશે.

બધા મુસાફરોને રિપોર્ટની પ્રામાણિકતા વિશે એક ઘોષણા પણ રજૂ કરવાની રહેશે.

દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યુ છે કે જોખમવાળા દેશોને છોડીને દેશોના મુસાફરોને એરપોર્ટથી બહાર જવાની અનુમતિ હશે અને આગમન બાદ 14 દિવસ માટે પોતાના આરોગ્યની ખુદ જ દેખરેખ કરશે.

English summary
India to lift quarantine requirement for international travellers from today, Know guidelines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X