• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તાઈવાન પર એક નિર્ણય લઈને ચીનને ઝટકો આપવાની તૈયારીમાં છે ભારત!

|

ભારત આગલા અમુક દિવસોમાં એક નિર્ણય લઈ શકે છે જે ચીન માટે મોટો ઝટકો સાબિત થશે. 'વન ચાઈના પૉલિસી'ને માનનાર ભારત વિશ્વ આરોગ્ય સંગઠન( ડબ્લ્યુએચઓ)માં તાઈવાનનુ સમર્થન કરી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ ઓછામાં ઓછા સાત દેશો સાથે એક ગ્રુુપ કૉલમાં ભાગ લીધો હતો. વિદેશ સચિવે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ કોરિયા અને વિયેટનામના પોતાના સમકક્ષો સાથે 20 માર્ચે થયેલા આ કૉલ્સમાં વાત કરી છે.

WHOમાં તાઈવાનને શામેલ કરવા પર ચર્ચા

WHOમાં તાઈવાનને શામેલ કરવા પર ચર્ચા

આ વાત પર આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચર્ચા ચાલી રહે છે કે શું તાઈવાનને એક પર્યવેક્ષક તરીકે ડબ્લ્યુએચઓની મીટિંગમાં ભાગ લેવા દેવામાં આવે કે નહિ? સૂત્રોની માનીએ તો અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એ વાત સંમત છે કે ડબ્લ્યુએચઓએ તાઈવાનને સુપરવાઈઝર તરીકે જગ્યા આપવી જોઈએ. આ દેશોનુ માનવુ છે કે તાઈવાનનુ ઈનપુટ એક સુપરવાઈઝર તરીકે ઘણુ મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ છે. આ દેશો તરફથી ડબ્લ્યુએચઓને જે ડેમાર્શ જારી કરવામાં આવ્યુ છે તેના પર કેનેડા, ફ્રાંસ, જર્મની ને યુનાઈટેડ કિંગડમે પણ સાઈન કરી છે. 18 મેએ કોવિડ-19 પર ડબ્લ્યુએચઓની મીટિંગ થવાની છે. આ મીટિંગમાંતાઈવાન પર કોઈ નિર્ણય લેવામાં આવશે. ભારત અને તાઈવાનના સંબંધ છેલ્લા અમુક વર્ષોમાં આગળ વધ્યા છે પરંતુ ચીન સાથે સંબંધ તાઈવાનની તુલનામાં ઘણા વધુ મોટા સ્તર પર છે.

ચીનની 'વન ચાઈના પૉલિસી' શું ફગાવી દેશે ભારત

ચીનની 'વન ચાઈના પૉલિસી' શું ફગાવી દેશે ભારત

મહામારીએ ભારત સામે એક મોકો રજૂ કર્યો છે કે તે તાઈવાન સાથે પોતાના સંબંધોનો લાભ ઉઠાવી શકે છે. ચીન, તાઈવાનને ડબ્લ્યુએચઓની મીટિંગમાં શામેલ કરવાનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકા બધા શક્તિશાળી દેશોનુ નેતૃત્વ કરી રહ્યુ છે. તેની સાથે તે બધા દેશ શામેલ છે જે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી)નો હિસ્સો છે. જો કે રશિયા, તાઈવાનના દાવાનુ સમર્થન નથી કરતા અને એટલા માટે તે આ સંગઠનથી બહાર છે. ભારત જે અત્યાર સુધી 'વન ચાઈના પૉલિસી'ને માને છે અને એવામાં તે તાઈવાનને ચીનનો હિસ્સો જ ગણાવે છે. હજુ સુધી ભારતે આના પર કોઈ નિર્ણય કર્યો નથી કે શું તે ડબ્લ્યુએચઓમાં તાઈવાનના દાવાનુ સમર્થન કરશે કે નહિ.

LAC પર તણાવ વચ્ચે ચર્ચા ચાલુ

LAC પર તણાવ વચ્ચે ચર્ચા ચાલુ

તાઈવાન વિશે ચર્ચા એ સમયે થઈ રહી હતી જે સમયે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તણાવ પેદા થઈ ગયો હતો. 5મે એ લદ્દાખ અને નવ મેએ સિક્કિમમાં ભારતીય અને ચીની જવાનો વચ્ચે ચર્ચા થઈ હતી. ચર્ચા એટલી હદે તણાવપૂર્ણ થઈ ગઈ કે બંને દેશોના સૈનિક પરસ્પર ભિડાઈ ગયા હતા. આમાંથી અમુક જવાન ઘાયલ પણ થયા હતા અને સેના તરફથી પણ આની પુષ્ટિ કરવામાં આવી હતી. સાત દેશો સાથે જે વાતચીત વિદેશ મંત્રાલયની થઈ છે તેમાં ભારતે પોતાના વિચાર શેર કર્યા છે. સાથે જ તેણે હિંદ-પ્રશાંત ક્ષેત્રોમાં હાજર બધા દેશ વચ્ચે સર્વશ્રેષ્ઠ સામંજસ્ય થાય જેથી કોવિડ-19ના જે પડકારો અને જટિલ પરિસ્થતિઓ સામે આવી છે તેમનો સામનો કરી શકાય. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે ચર્ચા દરમિયાન પડોશમાં સહાયતા અને પ્રતિક્રિયા માટે પરસ્પર સહયોગ અને એકબીજા સાથે ઘણા પક્ષો પર મળીને કામ કરવાના પોઈન્ટને ઉઠાવવામાં આવ્યો હતો.

કોરોના સામે અમેરિકા પરાસ્ત, 24 કલાકમાં 1754ના મોત, વિશ્વમાં 3 લાખ લોકોના જીવ ગયાકોરોના સામે અમેરિકા પરાસ્ત, 24 કલાકમાં 1754ના મોત, વિશ્વમાં 3 લાખ લોકોના જીવ ગયા

English summary
India to snub China at WHO talking to nations pushing for Taiwan at meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X