For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દોષિયો સામે કાર્યવાહી કરે પાકિસ્તાન: સલમાન ખુર્શીદ

|
Google Oneindia Gujarati News

salman khurshid
નવી દિલ્હી, 9 જાન્યુઆરી: ભારતે પાકિસ્તાની સૈનિકો દ્વારા 2 ભારતીય સૈનિકોની કરેલી હત્યાનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે. વિદેશમંત્રી સલમાન ખુર્શીદે જણાવ્યું કે આવા હુમલા અમને અસ્વીકાર્ય છે.

ઘટના પર પોતાનું દુ:ખ જાહેર કરતા સલમાન ખુર્શીદે પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે આ ગંભીર ચિંતાની વાત છે. તેમણે જણાવ્યું કે ભારતને પાકિસ્તાન તરફથી આવી હરકતો મંજૂર નથી. અને આવી ઘટનાઓ સાખી લેવામાં નહી આવે.

સમલમાન ખુર્શીદે પાકિસ્તાન પાસે આ ઘટનાની તપાસની માંગ કરતા જણાવ્યું કે દોષિયોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે આખી ઘટનાક્રમ પર પાકિસ્તાન પાસે જવાબ માંગ્યો છે. ખુર્શીદે જણાવ્યું કે પાકિસ્તાનના ઉચ્ચ અધિકારી સામે વિરોધ દર્શાવ્યો છે. જોકે ભારતે આ અંગે પાકિસ્તાન સામે લેખિતમાં પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે જમ્મૂ-કાશ્મીરમાં પૂંછના મેંઢર વિસ્તારમાં ધુમ્મસની આડમાં પાકિસ્તાનના 29 બલૂચ રેજીમેન્ટના સૈનિક ઘુસણખોરી કરવાની કોશિસ કરી રહ્યા હતા. સીમા પર પેટ્રોલીંગ કરી રહેલી ભારતીય સેનાની ટૂકડીએ તેમને રોકવાની કોશીશ કરી તો, પાકિસ્તાની સૈનિકોએ ગોળીબારી શરૂ કરી દીધી. એલઓસી પર સીઝફાયરનો ભંગ કરતા પાકિસ્તાની સૈનિક ભારતીય સીમામાં ઘુસી આવ્યા. પાકિસ્તાની સૈનિકો સાથે લડતા લાંસ નાયક હેમરાજ અને સુધાકરસિંહ શહીદ થયા હતા.

English summary
Pakistan high commissioner spoken to in very strong terms: Salman Khurshid
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X