For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડિયા ટુડે-કાર્વી સર્વેઃ જો મહાગઠબંધન થયુ તો ભાજપની મુશ્કેલીઓ વધશે

ઈન્ડિયા ટુડેના મૂડ ઓફ ધ નેશન (MOTN) સર્વે મુજબ જો આજની તારીખમાં ચૂંટણી થઈ તો દેશમાં ફરીથી એક વાર મોદી સરકાર આવશે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં હજુ સમય બચ્યો છે. ચૂંટણી પહેલા ઈન્ડિયા ટુડે અને કાર્વીએ દેશનો મૂડ જાણવાનો પ્રયત્ન કર્યો છે. ઈન્ડિયા ટુડેના મૂડ ઓફ ધ નેશન (MOTN) સર્વે મુજબ જો આજની તારીખમાં ચૂંટણી થઈ તો દેશમાં ફરીથી એક વાર મોદી સરકાર આવશે. સર્વે મુજબ દેશમાં જો અત્યારે ચૂંટણી થાય તો ફરીથી એકવાર એનડીએની સરકાર બનશે પરંતુ આ વખતે વર્ષ 2014 ની જેમ બેઠકો નહિ મળે.

mahagathbandhan

મહાગઠબંધન બગાડશે ભાજપનો ખેલ

આ સર્વે મુજબ જો આજની તારીખમાં ચૂંટણી થાય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સત્તા બચાવવામાં સફળ થશે પરંતુ જો કોંગ્રેસ મહાગઠબંધન બનાવવામાં સફળ થઈ ગઈ તો ભાજપનો ખેલ બગડી શકે છે. સર્વે મુજબ જો કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ એક થઈ ગયા તો ભાજપ માટે મુશ્કેલીઓ વધી જશે અને ત્રિશંકુ લોકસભાની સ્થિતિ બની જશે. MOTN, જુલાઈ 2018 અનુસાર જો વિપક્ષ એક થઈ જાય તો મહાગઠબંધનને 224 બેઠકો સુધી મળી શકે છે અને તે એનડીએની બરાબરી કરી શકે છે. એવામાં એનડીએ પાસે 228 બેઠકો રહી જશે અને લોકસભા ચૂંટણીના પરિણામો ત્રિશંકુ થઈ જશે. માટે સરકાર બનાવવા માટે ભાજપને જોડ-તોડની રણનીતિ બનાવવી પડશે.

આ પણ વાંચોઃ વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડઆ પણ વાંચોઃ વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડ

ઉલ્લેખનીય છે કે MOTN એ જુલાઈમાં લોકસભા ચૂંટણીના અનુસંધાનમાં આ સર્વે કર્યો હતો. આ સર્વે મુજબ જો આજની તારીખમાં ચૂંટણી થાય તો ભાજપને 30 ટકા મત જ મળશે. વળી, કોંગ્રેસને 23 ટકા અને અન્યના ખાતામાં સૌથી વધુ 47 ટકા મત જઈ શકે છે. જો મતની ટકાવારી મુજબ જોઈએ તો એનડીએના ખાતામાં 36 ટકા અને યુપીએના ખાતામાં 31 ટકા મત આવી શકે છે. સર્વે મુજબ ભાજપના ખાતામાં માત્ર 245 બેઠકો આવતી દેખાઈ રહી છે. વળી, યુપીએના ખાતામાં 122 બેઠકો જઈ શકે છે. વળી, અન્યના ખાતામાં બાકીની 140 સીટો આવવાની આશા છે. સર્વે મુજબ જો યુપીએ સાથે સપા, બસપા અને ટીએમસી આવી જાય તો ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. આ સ્થિતિમાં એનડીએને 228 સીટો અને યુપીએને 224 સીટો મળતી દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ Asian Games 2018: દીપક કુમારે ભારતને અપાવ્યો ત્રીજો મેડલઆ પણ વાંચોઃ Asian Games 2018: દીપક કુમારે ભારતને અપાવ્યો ત્રીજો મેડલ

English summary
India Today Survey: If SP, BSP and TMC come togeather then BJP and PM Modi will face trouble in Lok sabha Election 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X