For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક. ફાયરિંગ પર ભારતનું સખત વલણ, ફ્લેગ મીટિંગ નહી

|
Google Oneindia Gujarati News

જમ્મુ, 7 ઓક્ટોબર: જમ્મુ સરહદ પર સતત પાંચમાં દિવસે પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ જારી છે. જમ્મુ-કાશ્મીરના અરનિયા અને આરએસએસ પુરા સેક્ટરમાં સરહદ પારથી પાકિસ્તાન તરફથી ફરીથી પાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગમાં ત્રણ નાગરિકો ઘાયલ થવાના સમાચાર છે.

ભારતે પાકિસ્તાનની ફાયરિંગ પર સખત વલણ અપનાવતા પાકિસ્તાનની સાથે ફ્લેગ મીટિંગ પ્રસ્તાવને રોકી દીધું છે. સૂત્રો અનુસાર ભારત પહેલા ઇસ્લામાબાદ તરફથી પહેલું પગલું ભરે તેની રાહ જોઇ રોહ્યું છે. જ્યાં સુધી પાકિસ્તાન તરફથી કોઇ સંદેશ ના આવે બીએસએફ તરફથી ફ્લેગ મીટિંગના પ્રસ્તાવને સ્થગિત રાખવા કહેવામાં આવ્યું છે.

પાકિસ્તાની સૈનિકોએ અરનિયા અને અખનૂર સુધી બીએસએફની 40 ચોકીઓ પર ફાયરીંગ કર્યું. આજે આ સતત પાંચમો દિવસ છે જ્યારે પાકિસ્તાન તરફથી ફાયરિંગ થયું છે. પાકિસ્તાન સૈનિકોની નાપાક હરકતના જવાબમાં બીએસએફ જવાનોએ જવાબી ફાયરિંગ કર્યું છે.

indo-pak
ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે પાકિસ્તાને સમજવું જોઇએ હવે આ બાજું જમાનો બદલાઇ ગયો છે. તેણે સીઝફાયર ઉલ્લંઘન તુરંત બંદ કરવું જોઇએ.

જ્યારે રક્ષા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે પાકિસ્તાન આ પ્રકારના આચરણથી સંબંધોને સારા બનાવવાની રાહમાં અડચણ પેદા કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે જણાવ્યું કે હાલમાં પૂર કહેરથી રાજ્ય મુશ્કેલીમાં છે એવામાં પાકિસ્તાન તરફથી નિર્દોષ લોકો પર ફાયરિંગ નિરાશાજનક છે.

English summary
India toughens stand after repeated ceasefire violations by Pakistan, puts flag meet on hold.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X