For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India-US Trade deal: આગલા અઠવાડિયે ડ્રાફ્ટ તૈયાર થઈ શકે છે

India-US Trade deal: આગલા અઠવાડિયે ડ્રાફ્ટ તૈયાર થઈ શકે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે થનાર ટ્રેડ ડીલ જલી જ ફાઈનલ સ્ટેજ પર પહોંચનાર છે. સૂત્રો મુજબ અમેરિકાનું એક પ્રતિનિધિમંડળ આગામી અઠવાડિયે દિલ્હી આવશે જે ભારત અને અમેરિકા વચ્ચે થનાર ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપશે. જણાવી દઈએ કે બુધવારે બંને દેશના મહત્વના મધ્યસ્થી વચ્ચે મુલાકાત થઈ હતી, માનવામાં આવી રહ્યું છે કે જલદી જ ફાઈનલ ટ્રેડ ડીલ પર બંને દેશ હસ્તાક્ષર કરી શકે છે. કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રી પીયૂષ ગોયલે આ અઠવાડિયે બીજીવાર અમેરિકાના પોતાના સમકક્ષ રોબર્ટ લાઈથજર સાથે મુલાકાત કરી હતી.

trade deal

જણાવી દઈએ કે પાછલા કેટલાય સમયથી ભારત અને અમેરિકા ટ્રેડ ડીલને લઈ આંતરિક મામલાઓ ઉકેલવા કેટલાક મહિનાઓથી પ્રયાસ કરી રહ્યા છે. બંને દેશ ટૂંકા ગાળા અને લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખી આ ડીલ પર વાતચીત કરી રહ્યા છે. જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલની શરૂઆત અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં યૂએન જનરલ એસેમ્બલીની બેઠક દરમિયાન ન્યૂયોર્કમાં થઈ હતી.

જણાવી દઈએ કે ભારત ઈચ્છે છે કે ભારતીય સ્ટીલ અને એલ્યુમ્યુનિયમ પર લાગતો અમેરિકી કર હટાવવામાં આવે. અધિમાન્ય પ્રણાલી અંતર્ગત વિશેષ અધિમાન્ય વ્યાપાર લાભને જૂન મહિનામાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે અમેરિકાની માંગ છે કે ભારતમાં મેડિકલ ઉત્પાદન, ડેરી ઉત્પાદન અને આઈસીટી ઉત્પાદન પર ઓછા વ્યાજે નિકાસની મંજૂરી આપવામાં આવે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિયા વક્ફ બોર્ડના ચેરમેને 51000 રૂપિયા આપ્યાઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિયા વક્ફ બોર્ડના ચેરમેને 51000 રૂપિયા આપ્યા

English summary
India-US Trade deal: Draft may be ready next week
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X