અભિનંદનની મુક્તિ પહેલા પાકિસ્તાને ઠુકરાવી ભારતની આ મોટી માંગ
સૂત્રોથી સમાચાર છે કે અભિનંદનની મુક્તિ પહેલા પાકિસ્તાને ભારતની એક માંગ ઠુકરાવી દીધી છે.
પાકિસ્તાનના જંગી જહાજોને પોતાની સીમાની બહાર ખદેડનાર ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન આજે પાકિસ્તાનની કસ્ટડીથી મુક્ત થઈને હિંદુસ્તાન પાછા ફરશે. પાકિસ્તાને તેમને એ સમયે પકડી લીધા હતા જ્યારે તેમનુ મિગ-21 વિમાન પાકિસ્તાનના એફ-16ને તોડ્યા બાદ પાકની સીમામાં ક્રેશ થઈ ગયુ હતુ. બે દિવસ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલી તણાવપૂર્ણ સ્થિતિ બાદ પાકના પીએમ ઈમરાન ખાને ગુરુવારે પોતાની સંસદમાં એલાન કર્યુ કે તે વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરશે. આ દરમિયાન સૂત્રોથી સમાચાર છે કે અભિનંદનની મુક્તિ પહેલા પાકિસ્તાને ભારતની એક માંગ ઠુકરાવી દીધી છે.

શું હતી ભારતની માંગ?
એનડીટીવીના સમાચાર મુજબ સૂત્રોના હવાલાથી સમાચાર છે કે પાકિસ્તાનની કસ્ટડીમાં કેદ ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદન વર્ધમાનની મુક્તિનું એલાન થયા બાદ તેમને પાછા લાવવા માટે ભારત વિશેષ વિમાન મોકલવા ઈચ્છતુ હતુ પરંતુ પાકિસ્તાને ભારતની આ માંગ ઠુકરાવી દીધી. વિંગ કમાંડર અભિનંદનની મુક્તિની ઘોષણા કાલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કરી હતી. જો કે જે રપીતે અભિનંદનનું હેંડ ઓવર થશે તેણે ભારતમાં તેમના પાછા આવવાને ઘણુ મુશ્કેલ બનાવી દીધુ છે. વાસ્તવમાં પાકિસ્તાને કહ્યુ છે કે તે અભિનંદને વાઘા બોર્ડર દ્વારા ભારતને સોંપશે.

વાઘા બોર્ડર દ્વારા પાછા લાવવામાં આ છે મુશ્કેલી
વિંગ કમાંડર અભિનંદનના પાછા લાવવા માટે બે વિકલ્પ હતા. પહેલો - વાઘા બોર્ડર દ્વારા સડક માર્ગથી કે ઈસ્લામાબાદથી ઉડાન ભરીને. સૂત્રોનું કહેવુ છે કે ભારત નહોતુ ઈચ્છતુ કે અભિનંદનના પાકિસ્તાન પાછા આવવા દરમિયાન વાઘા બોર્ડર પર મીડિયાનો જમાવડો થાય, ખાસ કરીને બપોરે જ્યારે ત્યારે ત્યાં ઝંડા ઉતારવાની રસમ દરમિયાન ઘણા લોકો જમા થાય છે. આને જોતા ભારત ઈચ્છતુ હતુ કે અભિનંદનને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનથી દિલ્લી લાવવામાં આવે અને ત્યારબાદ ડીબ્રીફિંગ અને મેડીકલ ચેક અપ માટે લાવવામાં આવે. જો કે પાકિસ્તાને ભારતની આ માંગને ઠુકરાવી દીધી. પાકિસ્તાને પોતાની સંસદના સંયુક્ત સત્રમાં એલાન કર્યુ કે વિંગ કમાંડર અભિનંદનને વાઘા બોર્ડર દ્વારા છોડવામાં આવશે.

વાયુસેનાની બે ટીમો વાઘા પહોંચી
ભારતે પાકિસ્તાનને એ અધિકારીઓની યાદી પણ સોંપી દીધી હતી જે વિંગ કમાંડર અભિનંદનને લેવા જશે. સૂત્રોનું કહેવુ છે કે સરકાર નથી ઈચ્છતી કે પાયલટ અભિનંદન પત્રકારો સાથે વાતચીત કરે. જો કે હવે વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને ભારે ભીડ વચ્ચે વાઘા બોર્ડર દ્વારા સડક માર્ગથી જ લાવવામાં આવશે. અભિનંદનની મુક્તિ અંગે એક ભારતીય અધિકારીએ પુષ્ટિ કરી છે પરંતુ મુક્તિના સમય અંગે કંઈ જણાવ્યુ નહિ. વાઘા બોર્ડર પાસે સવારથી જ મોટી સંખ્યામાં લોકો જમા થયા છે જે ‘ભારત માતા કી જય' ના નારા સાથે પોતાના જાંબાઝ વિંગ કમાંડર અભિનંદનની રાહ જોઈ રહ્યા છે. ભારતીય વાયુસેનાની બે ટીમો પણ વાઘા બોર્ડર પર અભિનંદનને રિસીવ કરવા માટે પહોંચી ગઈ છે.

કસ્ટડીમાં અભિનંદને બતાવી બહાદૂરી
તમને જણાવી દઈએ કે બુધવારે પાકિસ્તાનના ફાઈટર જેટ્સનો પીછો કરતા વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનું જેટ મિગ-21 ક્રેશ થઈ ગયુ અને પાકની સીમામાં જઈને પડ્યુ. પાક સેનાએ તેમને પકડી લીધા પરંતુ એ પહેલા કે સેના તેમને પકડતી વિંગ કમાંડર અભિનંદને બહાદૂરી બતાવીને બધા જરૂરી દસ્તાવેજ નષ્ટ કરી દીધા. અભિનંદન અમુક દસ્તાવેજો ગળી ગયા. જ્યારે અમુકને તળાવમાં ફેંકીને નષ્ટ કરી દીધા. સ્થાનિક લોકોથી ઘેરાયેલા અભિનંદને લગભગ 15 મિનિટ સુધી હવામાં ફાયરિંગ કરી જેથી લોકો તેમની નજીક ન આવી શકે પરંતુ તેમણે કોઈ પણ સ્થાનિક નાગરિક પર ગોળી ન ચલાવી. પાકિસ્તાની સેનાએ જ્યારે તેમને પકડી લીધા તો પણ તેમણે બહાદૂરીનો પરિચય આપ્યો અને કોઈ પણ જાણકારી પાકિસ્તાની સેનાને આપવાનો ઈનકાર કરી દીધો. અભિનંદનને પાછા લાવવા માટે દેશભરમાં પ્રાર્થનાઓ કરવામાં આવી અને છેવટે તેમની મુક્તિનો રસ્તો ખુલી ગયો.












Click it and Unblock the Notifications
