For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનને ઘેરવાની તૈયારીમાં ભારત, 2 હજાક કિમી લાંબો ફ્રંટિયર હાઈવે બનાવાશે.

સરહદ પર ચીન સતત દાદાગીરી કરી રહ્યું છે ત્યારે હવે ભારતે પણ જવાબ આપવાની દિશામાં મોટુ પગલુ ભર્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સરહદ પર ચીન સતત દાદાગીરી કરી રહ્યું છે ત્યારે હવે ભારતે પણ જવાબ આપવાની દિશામાં મોટુ પગલુ ભર્યુ છે. ભારતે ચીનની ગંદી હરકતોને કાબુમાં કરવા અને સરહદ પર મજબુત સ્થિતીમાં બની રહેવા અરુણાચલ પ્રદેશને અડતા LAC પર 2 હજાર કિમી લાંબી મેકમોહન લાઇન પર પ્રથમ વખત ફ્રન્ટિયર હાઇવે બનાવવા જઇ રહ્યું છે. આ હાઈવે અંદાજીત 40 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામશે.

lac

દેશની સુરક્ષા સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ફ્રન્ટિયર હાઈવે ભૂટાનને અડીને આવેલા અરુણાચલ પ્રદેશના માગોથી શરૂ થશે અને તવાંગ, અપર સુબનસારી, સિયાંગ, દેબાંગ વેલી અને કિબિથુમાંથી પસાર થઈને મ્યાનમાર સરહદ નજીક વિજયનગર સુધી જશે. આ રીતે અરુણાચલ પ્રદેશને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા સંપૂર્ણપણે હાઇવે સાથે જોડાઈ જશે.
અરુણાચલ પ્રદેશમાં પહેલાથી જ બે નેશનલ હાઈવે છે. ટ્રાન્સ અરુણાચલ હાઇવે અને પૂર્વ-પશ્ચિમ ઔદ્યોગિક કોરિડોર અસ્તિત્વમાં છે ત્યારે હવે અરુણાચલ પ્રદેશના ત્રણેય હાઈવે છ આંતર-કોરિડોર હાઈવે સાથે જોડાઈ જશે. આ સિવાય અરુણાચલ પ્રદેશના દૂરના વિસ્તારોમાં જે કનેક્ટિવિટી નહોતી તે પૂરી થઈ જશે.

ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો વિસ્તાર કહીને ટેન્શન પેદા કરતું રહે છે. 1962ના યુદ્ધમાં પણ ચીની સેના અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં પહોંચી ગઈ હતી. તે સમયે ભારતીય સેના પાસે રસ્તાઓની વધુ સુવિધા ન હતી, જેના કારણે સેનાની અવરજવર પ્રભાવિત થઈ હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ભારતીય સેના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) અને રાજ્ય સરકાર સાથે મળીને અરુણાચલ પ્રદેશમાં રસ્તાઓનું નેટવર્ક બિછાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનના ઘોસ્ટ-વિલેજ નજીકથી ભારતનો ફ્રન્ટિયર હાઈવે પસાર થશે.

આ હાઈવેના કારણે અરુણાચલ પ્રદેશમાં પ્રવાસન વધશે. આ સિવાય ચીનના ઘોસ્ટે વિલેજ પણ નજર કરી શકાશે. ચીને અરુણાચલ પ્રદેશને અડીને આવેલા LAC પર કેટલાક ઘોસ્ટ વિલેજ બનાવ્યા છે. ચીની સેનાના ભૂતપૂર્વ સૈનિકોને લાવીને આ આધુનિક સુવિધાઓવાળા ગામોને વસાવવામાં આવ્યા છે. યુદ્ધના સમયમાં આ ગામોને આર્મી બેરેકમાં ફેરવી શકાય છે.

English summary
India will build a 2,000 km long frontier highway to surround China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X