Chandrayaan-3ના લેન્ડિગ સાથે ભારત રચશે ઇતિહાસ, જાણો શું છે સોફ્ટ લેન્ડિગ?
Chandrayaan-3 : હાલ સમગ્ર દુનિયાની નજર ભારત પર ટકેલી છે. આજે ભારત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન 3 આજે ચંદ્રની સપાટી પર લેન્ડ કરવા માટે તૈયાર છે.
આવામાં આપણે આજે આ આહેવાલમાં સોફ્ટ લેન્ડિગ શું હોય છે? અને આ પ્રક્રિયાને કેવી રીતે કરવામાં આવે છે? તે વિશે વિગતવાર જાણીશું. આવા પ્રશ્નો અનેક લોકોના મનમાં વારંવાર ઉઠતા હોય છે. આજે તમારી સાથે સોફ્ટ લેન્ડિંગ વિશેની દરેક નાની વિગતો શેર કરીશું.

ગુરુત્વાકર્ષણ બળ, ઝડપ અને વજનના કારણે પૃથ્વી પર ઉતરાણ કરવાની વિવિધ પદ્ધતિઓ છે, પરંતુ ખરો પ્રશ્ન એ છે કે, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કેવી રીતે થશે? આ માટે ચિંતા કરવાની જરૂર નથી. સોફ્ટ લેન્ડિંગના દરેક પાસાઓ વિશે વિગતવાર આ અહેવાવમાં સમજીશું.
સોફ્ટ લેન્ડિંગ શું છે? - સરળ શબ્દોમાં કહીએ તો, સોફ્ટ લેન્ડિંગ એ પ્રક્રિયા છે, જ્યારે અવકાશયાનને કોઈ ગ્રહ પર એવી રીતે લેન્ડ કરવામાં આવે છે કે, તે વાહનને કોઈ નુકસાન ન થાય. આખો દેશ ચંદ્રયાન-3 ના સોફ્ટ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી રહ્યો છે, અને વૈજ્ઞાનિકો તેમના શ્વાસ રોકીને રાહ જોઇ રહ્યા છે. કારણ કે, અત્યાર સુધી કોઈ તકનીકી સમસ્યા ધ્યાનમાં આવી નથી અને સોફ્ટ લેન્ડિંગ સાથે ભારત એક નવો ઈતિહાસ રચશે.
ઉલ્લેખનીય છે કે, સ્પેસક્રાફ્ટનું લેન્ડિંગ સામાન્ય પ્લેનના લેન્ડિંગ અને પેરાશૂટની મદદથી પ્લેનમાંથી કૂદકો મારનાર વ્યક્તિના લેન્ડિંગથી ઘણું અલગ છે, કારણ કે આ લેન્ડિંગ ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત છે. પૃથ્વી છે, પરંતુ ચંદ્રની સ્થિતિ અલગ છે, અને ત્યાં ગુરુત્વાકર્ષણ બળ પણ પૃથ્વીની સરખામણીમાં ઘણું ઓછું છે. અમે અવકાશયાન વિશે પણ વાત કરી રહ્યા છીએ. એટલા માટે એવું પણ ન વિચારો કે ચંદ્રયાનને પેરાશૂટની મદદથી લેન્ડ કરવામાં આવશે.
સોફ્ટ લેન્ડિગ મહત્વપૂર્ણ છે - નોંધનીય છે કે, લેન્ડર ચંદ્રની સપાટીથી લગભગ 100 કિમીની ઊંચાઈએથી ચંદ્ર પર ઉતરશે. સોફ્ટ લેન્ડિંગ એ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, કારણ કે તેમાં રફ અને ફાઇન બ્રેકિંગ સહિતના પગલાંઓની જટિલ કેટેગરીનો સમાવેશ થાય છે. સોફ્ટ લેન્ડિંગ માટે, ચંદ્રયાન હેઠળના તમામ પાંચ એન્જિનને ચાલુ કરવામાં આવશે, આ એ જ એન્જિન છે, જે વિક્રમ લેન્ડરને આગળ ધપાવતા હતા.
એન્જિન વિપરીત દિશામાં થ્રસ્ટ જનરેટ કરશે અને લેન્ડિંગના થોડા સમય પહેલા લેન્ડરની ઝડપને શૂન્ય પર લાવશે. જેની મદદથી વિક્રમ લેન્ડર આરામથી ચંદ્રની સપાટી પર ઉતરશે, પરંતુ તે પહેલા વિક્રમ લેન્ડરમાં લાગેલા સેન્સર યોગ્ય જગ્યા શોધી લેશે, જ્યાં લેન્ડિંગ કરી શકાશે.
સોફ્ટ લેન્ડિંગ બાદ, છ પૈડાવાળું રોવર બહાર નીકળી જશે અને પછી ચંદ્રની સપાટીની ભૌતિક લાક્ષણિકતાઓ, નજીકની સપાટીનું વાતાવરણ અને સપાટીની નીચે શું છે, તેનો અભ્યાસ કરશે.
ચંદ્રયાન-3નું લેન્ડિંગ ક્યારે થશે? - ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ રવિવારે વધુ એક સફળતા હાંસલ કરી છે, જેના કારણે ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. ચંદ્રયાન-3ની આ સફળતાથી વૈજ્ઞાનિકો ખુશ છે, કારણ કે લેન્ડર મોડ્યુલને ચંદ્રની નજીક લઈ જવા માટેની બીજી ડીબૂસ્ટિંગ (પ્રક્રિયા ધીમી) પ્રક્રિયા સંપૂર્ણપણે સફળ રહી છે.
ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, લેન્ડર મોડ્યુલ બીજા અને અંતિમ ડીબૂસ્ટિંગ ઓપરેશનમાં સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં વધુ નીચે ઉતરી ગયું છે. મોડ્યુલ હવે આંતરિક ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટ, 2023 ના રોજ સાંજે 5.45 કલાકે થવાની ધારણા છે.
લોન્ચિંગ ક્યારે થયું? - આ અગાઉ ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ અને પ્રોપલ્શન મોડ્યુલને ગુરુવારના રોજ સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મિશન ચંદ્રયાનનું સફળ પ્રક્ષેપણ 14 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું.
ચંદ્રયાન-3 મિશનના લેન્ડરનું નામ વિક્રમ સારાભાઈ (1919-1971)ના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેને વ્યાપકપણે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
14 જુલાઈના રોજ લોન્ચ થયા બાદ, ચંદ્રયાન-3 એ 5 ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો. પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલોને અલગ કરતા પહેલા 6, 9, 14, 16 અને 20 ઓગસ્ટના રોજ તેને ચંદ્રની સપાટીની ખૂબ નજીક લાવવા માટે લો-ઓર્બિટ દાવપેચ હાથ ધરવામાં આવ્યા હતા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
