For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થોડાક જ વર્ષોમાં ભારત હશે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાઃ અમિત શાહ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાત કરી છે. અમિત શાહે કહ્યુ કે થોડા વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. શાહે કહ્યુ હતુ કે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં સહકારી ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે. એટલુ જ નહ શાહે કહ્યુ કે સરકાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા 2 લાખ નવા ડેરી સહકારી ગામોની સ્થાપનામાં મદદ કરશે.

amit shah

અમિત શાહે કહ્યુ કે ડેરી ઉદ્યોગે વ્યવસાયિકતા અપનાવવી જોઈએ. આ ટેક્નોલોજીની સાથે કૉમ્પ્યુટરાઈઝેશન અને ડિજિટલ પેમેન્ટ અપનાવવુ જોઈએ. આ વસ્તુઓ વિના આગળ વધવુ ખૂબ મુશ્કેલ છે. શાહે કહ્યુ કે ડેરી ઉદ્યોગે દૂધની વધતી જતી સ્થાનિક માંગને પહોંચી વળવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સાથે ગરીબ દેશોની માંગને પહોંચી વળવાના પ્રયાસો કરવા જોઈએ. મશીન દ્વારા તૈયાર દૂધની પ્રક્રિયા પર ધ્યાન આપવુ જોઈએ.

ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટમાં બોલતા અમિત શાહે કહ્યુ હતુ કે 2014માં ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી પરંતુ હવે તે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. મને ખાતરી છે કે થોડા વર્ષોમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જ્યારે ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ત્યારે સહકારી ક્ષેત્રની પણ ચર્ચા થશે. શાહે કહ્યુ કે આ સમિટ 48 વર્ષ પછી યોજાઈ રહી છે, ભારત હવે દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યુ છે, હવે તેની નિકાસ પણ થઈ રહી છે.

કુપોષણની સમસ્યાનો સામનો કરવા માટે સહકારી સંસ્થાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિલા સશક્તિકરણમાં ડેરી કો-ઑપરેટીવે મોટી ભૂમિકા ભજવી છે. ડેરી કો-ઑપરેટીવ અને સહકારી ક્ષેત્રે ગ્રામીણ વિકાસમાં મોટુ યોગદાન આપ્યુ છે. અમિત શાહે કહ્યુ કે કુદરતી ખેતી એ ડેરી ઉદ્યોગની જીવાદોરી છે, તેનાથી સ્વાસ્થ્ય સુધરશે અને દેશની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. શાહે કહ્યુ કે આ મહિનાના અંત સુધીમાં અમૂલ ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે નિકાસ ગૃહ સ્થાપવા જઈ રહ્યુ છે.

English summary
India will soon be the third biggest economy of the world says Amit Shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X