અર્જન સિંહની અંતિમ વિદાયમાં પહોચ્યા નિર્મલા સીતારામન

એર ફોર્સના ચીફ માર્શલ અર્જન સિંહનું શનિવારે નિધન થયું હતું. રવિવારે તેના અંતિમ દર્શન કરવા રાષ્ટ્રપતિ અને રક્ષામંત્રી તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ અંગે વધુ વાંચો અહીં..

એર ચીફ માર્શલ અર્જન સિંહનું શનિવારે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયુ હતું. શનિવારે તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનું નિધન થયુ હતુ. તેમની તબિયત બગડવાના સમાચાર મળતા રક્ષા મંત્રી નિર્મલા સીતારામન હોસ્પિટલ પહોંચ્યા હતા. રવિવારના રોજ તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમને શ્રદ્ધાંજલી આપવા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ, સુનિલ લામ્ભા, બિપિન રાવત અને નિર્મલા સીતારામન પહોંચ્યા હતા. એર ચીફ માર્શલ અર્જન સિંહ ઇ.સ.1964થી ઇ.સ.1969 સુધી ભારતીય વાયુસેનાના ચીફ રહી ચૂક્યા છે. તેમણે 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અદ્વિત્ય વીરતા બતાવી હતી, લોકો આજે પણ તેમની એ વીરતાને યાદ કરે છે.

Arjan sing

નોંધનીય છે કે, એર ચીફ માર્શલ અર્જનસિંહનો જન્મ પંજાબના લ્યાલપુરમાં 15 એપ્રિલ 1919ના રોજ થયો હતો, જે આજે પાકિસ્તાનના ફેસલાબાદ તરીકે આળખાય છે. તેમના અદભુત સાહસ અને વીરતાને પદ્મ વિભુષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ એક માત્ર એવા ઓફિસર હતા, જેમને ફાઇવ સ્ટારની રેંક આપવામાં આવ્યો હોય. ફાઇવ સ્ટાર રેંક એ ફિલ્ડ માર્શલની બરાબર કહેવાય છે. અર્જન સિંહે સતત પાંચ વર્ષ સુધી એરફોર્સ પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. આ ઉપરાંત ઇ.સ. 1971માં સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના એમ્બેસેડર તેમની તરીકે નિમણુક કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X