કુપવાડામાં સેનાના હાથે પાકિસ્તાની આતંકી હમઝા ઝડપાયો

Posted By:
Subscribe to Oneindia News

સેના અને સુરક્ષાબળો ઘ્વારા ઉત્તર કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાનના એક આતંકીની ધરપકડ કરી છે. આ આતંકી ગયા મહિને કુપવાડામાં થયેલા હલમાટપોરા માં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે થઇ રહેલી ફાયરિંગની આડમાં ફરાર થઇ ગયો હતો. પોલીસ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે કુપવાડા નોર્થ કાશ્મીરમાં આવે છે અને અહીં સવારથી જ સેના અને સુરક્ષાબળોનું સર્ચ ઓપેરેશન ચાલુ છે. આ આતંકી ઘાયલ અવસ્થામાં પોલીસને મળ્યો છે.

આતંકી મુલતાનનો રહેવાસી

આતંકી મુલતાનનો રહેવાસી

કાશ્મીર ઝોનની પોલીસે તેની જાણકારી ટ્વિટર પર આપી અને લખ્યું કે હલમાટપોરા માં ફાયરિંગ દરમિયાન એક આતંકી ઘાયલ છે. આતંકી કુપવાડાના જુગતિયાળ થી પકડાયો છે. આ આતંકીનું નામ જબીઉલ્લાહ ઉર્ફ હમઝા છે. આ આતંકી પાકિસ્તાનના મુલતાનનો રહેવાસી છે.

રેડિયો સેટ મળી આવ્યો

રેડિયો સેટ મળી આવ્યો

એક પોલીસ ઓફિસર તરફથી જણાવવામાં આવ્યું કે આતંકી પાસેથી એક રેડિયો સેટ મળી આવ્યો છે. પરંતુ તેની પાસે પોલીસને કોઈ પણ હથિયાર મળ્યું નથી. ગયા મહિને હલમાટપોરા એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને મારી નાખવામાં આવ્યા હતા. જેમાં સુરક્ષાબળના ત્રણ જવાન સહીત બે પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતા. 20 માર્ચ દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં આ આતંકી ફરાર થઇ ગયો હતો.

સવારથી સર્ચ ઓપેરેશન ચાલુ

સવારથી સર્ચ ઓપેરેશન ચાલુ

સેના, સુરક્ષાબળ અને જમ્મુ કાશ્મીર પોલીસ ઘ્વારા સ્પેશ્યલ સર્ચ ઓપેરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સેનાના એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી છે. હાલમાં સર્ચ ઓપેરેશન ચાલુ છે અને પોલીસનું માનવું છે કે હજુ પણ વધુ આતંકીઓ સંતાયા હોવાનું અહીંથી મળી શકે છે.

English summary
Indian army arrests terrorist from pakistan who escaped last month kupwara jammu kashmir.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.