For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્મી ચીફ જનરલ રાવત ચીન સાથેના મિલિટરી સંબંધો પર બોલ્યા- અમે તો તેમને ભાંગડા કરાવી દીધા

જનરલ રાવતને ચીન સાથેના મિલિટરી સંબંધો વિશે સવાલ કર્યા હતા. આ સવાલના જવાબમાં તેમણે જવાબ આપ્યા, ‘અમે તેમને ભાંગડા કરાવી દીધા.’

|
Google Oneindia Gujarati News

ગુરુવારે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. આર્મી ડે પહેલા કોન્ફરન્સમાં તેમણે અફઘાનિસ્તાનથી લઈને ચીન જેવા મુદ્દાઓ પર વાત કરી. આર્મી ચીફ જનરલ રાવતે આ દરમિયાન કહ્યુ કે એપ્રિલમાં વુહાન સમિટ બાદ ભારત અને ચીન વચ્ચે સંબંધો સારા થયા છે. આ સાથે જ જનરલ રાવતે તાલિબાન સાથે વાતચીતનું સમર્થન તો કર્યુ પરંતુ એ પણ કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં વાતચીતનો આ જ ફોર્મ્યુલા લાગુ નથી થઈ શકતો. સેના દિવસ પહેલા દર વર્ષે આર્મી ચીફની પ્રેસ કોન્ફરન્સનું આયોજન થાય છે. આ કોન્ફરન્સમાં સેના પ્રમુખ ઘણા મુદ્દાઓ પર પૂછાયેલા સવાલોનો જવાબ આપે છે.

હેન્ડ ઈન હેન્ડ એક્સરસાઈઝમાં સામે આવ્યો વીડિયો

હેન્ડ ઈન હેન્ડ એક્સરસાઈઝમાં સામે આવ્યો વીડિયો

જનરલ રાવતને ચીન સાથેના મિલિટરી સંબંધો વિશે સવાલ કર્યા હતા. આ સવાલના જવાબમાં તેમણે જવાબ આપ્યા, ‘અમે તેમને ભાંગડા કરાવી દીધા.' જનરલ રાવતનો ઈશારો હાલ ચીનમાં થયેલી જોઈન્ટ એક્સરસાઈઝ હેન્ડ ઈન હેન્ડની તરફ હતો. આ એક્સરસાઈઝ દરમિયાન અમુક સિખ સૈનિકોએ ભાંગડાની ધૂન પર ચીની સૈનિકોને ડાંસની ટિપ્સ આપી હતી. આ ડાંસિગ ફ્રેન્ડશીપનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાના હેતુથી ચીનના ચેંગદુમાં આ મિલિટરી ડ્રિલનું આયોજન ડિસેમ્બર માસમાં થયુ હતુ.

શું છે હેન્ડ ઈન હેન્ડ એક્સરસાઈઝ

હેન્ડ ઈન હેન્ડ એક્સરસાઈઝ દર વર્ષના અંતરાલમાં થાય છે. વર્ષ 2017માં આ એક્સરસાઈઝનું આયોજન થઈ શક્યુ નહોતુ અને કારણ હતુ બંને દેશો વચ્ચે 73 દિવસો સુધી ચાલેલો ડોકલામ વિવાદ. ડિસેમ્બર માસમાં થયેલી જોઈન્ટ એક્સરસાઈઝમાં બંને દેશોના 100 સૈનિકોએ ભાગ લીધા હતો. ઈન્ટરનેશનલ કાઉન્ટર ઈન્સર્જી અને કાઉન્ટર ટેરરિસ્ટ એનવાયરમેન્ટને ધ્યાનમાં રાખીને આ એક્સરસાઈઝનું આયોજન ચીર તરફથી થયુ હતુ.

કાશ્મીરમાં જવાનોને નવી સ્નાઈપર રાઈફલ

કાશ્મીરમાં જવાનોને નવી સ્નાઈપર રાઈફલ

જનરલ રાવતે આ પ્રેસ કોન્ફરન્સમાં એ પણ જણાવ્યુ કે કાશ્મીરમાં તૈનાત જવાનોને નવી સ્નાઈપર રાઈફલ્સ મળશે. તેમણે જાણકારી આપી કે 20 જાન્યુઆરી સુધી નવી રાઈફલ્સ આવી જશે. આ રાઈફલ્સને નોર્ધન આર્મી કમાન્ડર્સને મળેલી વિશેષ આર્થિક શક્તિઓ હેઠળના ફંડની મદદથી ખરીદવામાં આવી છે. વળી, તેમણે એ પણ કહ્યુ કે ભારતના પોતાના હિતો અફઘાનિસ્તાન સાથે જોડાયેલા છે. એવામાં જો તાલિબાન સાથે તે વાતચીતમાં શામેલ થાય છે તો બિલકુલ તેણે આગળ વધવુ જોઈએ. ત્યારબાદ તેમણે તરત જ એ વાત પણ કહી કે આ પ્રકારની ફોર્મ્યુલા જમ્મુ કાશ્મીરમાં લાગુ ન થઈ શકે.

આ પણ વાંચોઃ CBI ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદનઆ પણ વાંચોઃ CBI ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન

English summary
Indian Army chief General Bipin Rawat talked about ties with China and said made them to do bhangra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X