For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેનાએ આપ્યો સંદેશ, કાશ્મીર ઘાટીમાં દરેક આતંકી ખતમ થવા સુધી ચાલશે મિશન

જમ્મુ કાશ્મીરમાં સેના અને સુરક્ષાબળો તરફથી પાકિસ્તાનને સંદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી ઘાટીમાં જૈશ એ મોહમ્મદના દરેક આતંકીનો સફાયો નહિ થઈ જાય ત્યાં સુધી તેમનું મિશન ચાલુ રહેશે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં સેના અને સુરક્ષાબળો તરફથી પાકિસ્તાનને સંદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી ઘાટીમાં જૈશ એ મોહમ્મદના દરેક આતંકીનો સફાયો નહિ થઈ જાય ત્યાં સુધી તેમનું મિશન ચાલુ રહેશે. સોમવારે સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ થઈ. આ પ્રેસ કોન્ફરન્સ પુલવામામાં રવિવારે થયેલા એનકાઉન્ટર વિશે જાણકારી આપવામાં માટે હતી. સેના તરફથી જણાવવામાં આવ્યુ કે ત્રાલમાં રવિવારે જ એનકાઉન્ટર થયુ હતુ તેમાં 14 ફેબ્રઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ ઠાર મારી દેવામાં આવ્યો છે. ત્રાલ એનકાઉન્ટરમાં જૈશના ત્રણ આતંકી માર્યા ગયા છે.

indian army

21 દિવસોમાં 18 આતંકી ઠાર
શ્રીનગર સ્થિત સેનાની 15મી કોરના જનરલ ઑફિસર કમાંડિંગ (જીઓસી) લેફ્ટેનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. તેમણે કહ્યુ, 'ત્રાલ એનકાઉન્ટરમાં જૈશના ત્રણ આતંકી માર્યા ગયા છે. આ એનકાઉન્ટરમાં જૈશ કમાન્ડર મુદાસિર ખાન પણ માર્યો ગયો છે. મુદાસિર પુલવામા આતંકી હુમલાનો મુખ્ય ષડયંત્રકાર હતો.' સેના તરફથી કહેવામાં આવ્યુ છે કે છેલ્લા 21 દિવસોમાં સેનાએ 18 આતંકી માર્યા છે જેમાંથી 8 આતંકી પાકિસ્તાની હતા. સેનાના સૂત્રોની માનીએ તો વર્ષ 2019 પહેલા 70 દિવસો સુરક્ષાબળોએ 44 આતંકીઓને ઠાર કર્યા છે. મોટાભાગના આતંકી જૈશ એ મોહમ્મદના હતા. વળી, વર્ષ 2018માં જ્યાં પાકિસ્તાને એલઓસી પર 1629 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો તો આ વર્ષે અત્યાર સુધીમાં 478 વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ કાળિયાર શિકાર કેસમાં કોર્ટે સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલીને મોકલી નોટિસઆ પણ વાંચોઃ કાળિયાર શિકાર કેસમાં કોર્ટે સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલીને મોકલી નોટિસ

English summary
Indian army has killed Pulwama Terror attack mastermind and 18 terrorists have been killed in last 21 days in Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X