સેનાએ કુપવાડામાં ચાર આતંકીઓને મારી નાંખ્યા

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારતીય સેનાએ સોમવારે ચાર આંતકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચારેય પાકિસ્તાની નાગરિક છે. અને તમામ આંતકીઓ કુપવાડાના કેરન સેક્ટરમાં છુપાયેલા હતા. હાલ ભારતીય સેનાએ આ વિસ્તારને ધેરી લીધો છે અને અહીં સર્ચ ઓપરેશન ચાલે છે. નોંધનીય છે કે હાલ એક પછી એક અહીં આતંકી હુમલા વધી રહ્યા છે.ગત સોમવારે પણ શ્રીનગરના પંથા ચોકમાં સીઆરપીએફની ટુકડી પર એક બંધૂકધારી વ્યક્તિએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ જવાન ઇજાગ્રસ્ત થયા હતા.

army

આ પછી સીઆરપીએફના પીઆરઓ બી. ચૌધરી કહ્યું હતું કે કાશ્મીરની પેટા ચૂંટણી પહેલા અલગાવવાદીઓ દ્વારા તેને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સીઆરપીએફ સંપૂર્ણ રીતે એલર્ટ છે. અને પેટા ચૂંટણીના કારણે આવનારા સમયમાં પણ આંતકી હુમલા થઇ શકે છે. આ ઘટના પછી આ સમગ્ર વિસ્તારને સીલ કરી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. માનવામાં આવે છે આજની ઘટના પણ પેટાચૂંટણી સમયે ડરનો માહોલ બનાવવા માટે જ કરવામાં આવ્યો છે.

રવિવારે હિંસા
આ ઘટના રવિવારે થયેલા પેટા ચૂંટણી પછી થઇ છે. પેટાચૂંટણીમાં મોટા પ્રમાણમાં હિંસા થઇ હતી. અને 30 વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર સૌથી ઓછું મતદાન પેટાચૂંટણીમાં થયું હતું. નોંધનીય છે કે પેટાચૂંટણી વખતે કુલ 8 લોકોની હિંસક અથડામણમાં મોત થઇ છે. સાથે જ 150 સુરક્ષાકર્મી સમેત 36 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. જે પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે વર્ષ 1998 પછી આટલી ખરાબ હાલત, તેમણે આ પહેલા નથી જોઇ.

English summary
Indian army kills four Pakistani infiltrators in Keran Sector of Kupwara, J&K.
Please Wait while comments are loading...