Video: ભારતીય સેનાએ હેમરાજ અને સુધાકરની મોતનો લીધો બદલો
નવી દિલ્હી, 15 જુલાઇ: જમ્મુ અને કાશ્મીરના મેઢરથી લાગેલી સીમા પર સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ એ જ આતંકી છે જેણે પાકિસ્તાન રેંજર્સની સાથે મળીને આપણા જવાન હેમરાજ અને સુધાકરનું માથુ વાઢી નાખ્યું હતું. માર્યા ગયેલ આતંકીનું નામ અનવર બતાવવામાં આવી રહ્યું છે અને તે પાકિસ્તાનના હજીરા ગામનો રહેનારો હતો. સેનાએ તેને ત્યારે ઠાર માર્યો જ્યારે તે ભારતીય સરહદમાં ઘુસવાની કોશીશ કરી રહ્યો હતો.

આપને જણાવીએ કે 8 જાન્યુઆરી 2013માં બે ભારતીય જવાનો હેમરાજ અને સુધાકરની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. તે દિવસે સીમાપારથી પાકિસ્તાની રેંજર્સની સાથે આવેલા આતંકવાદી હેમરાજ અને સુધાકરણ સિંહનું માથુ કાપીને પોતાની સાથે લઇ ગયા હતા. યુપીના મથુરાના રહેનારા 38 વર્ષના હેમરાજ આર્મીની રાજપૂતાના રાઇફલ્સમાં લાંસ નાયક તરીકે ડ્યુટી પર હતા. જ્યારે સુધાકર મધ્ય પ્રદેશના રહેનારા હતા. આ જ ઘટના બાદ હેમરાજના હત્યારાઓને આર્મી શોધી રહી હતી.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
