મમતા બેનર્જીને વળતા જવાબમાં સેનાએ જારી કર્યા ડોક્યુમેંટ્સ

Subscribe to Oneindia News

ભારતીય સેના તરફથી એ ડોક્યુમેંટસ જારી કરવામાં આવ્યા છે જેમાં પશ્ચિમ બંગાળ પોલિસ પાસે રુટીન અભ્યાસ માટે મંજૂરી માંગવામાં આવી છે. આ ડોક્યુમેંટસ ત્યારે જારી કરવામાં આવ્યા જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટોલનાકા પર હાજર સેના પર તખ્તા પલટની કોશિશોનો આરોપ લગાવ્યો હતો.

mamta

સેનાએ 23 નવેમ્બરે પત્ર મોકલ્યો હતો

સેના તરફથી જારી કરાયેલ ડોક્યુમેંટસમાં એ પત્રનો ઉલ્લેખ છે જેમાં કોલકત્તા પોલિસ પાસે આ અભ્યાસ વિશે મંજૂરી માંગવામાં આવી હતી. સેનાએ આ પત્ર 23 નવેમ્બરે કોલકત્તા પોલિસને મોકલ્યો હતો. કોલકત્તા પોલિસના અધિક કમિશ્નર ઓફ પોલિસ (એસીપી) તરફથી 25 નવેમ્બરે આનો જવાબ આપવામાં આવ્યો હતો.

શું હતો પોલિસનો જવાબ

સરકારે કહ્યુ હતુ કે તેમણે સેનાને જણાવી દીધુ હતુ કે કોલકત્તાના જે નબાના વિસ્તારમાં તે અભ્યાસ કરવા ઇચ્છે છે ત્યાં ટ્રાફિક બહુ વધારે છે અને હાઇ સિક્યોરિટી ઝોનને કારણે પોલિસને આના પર આપત્તિ છે. એવામાં નબાનામાં અભ્યાસ સંભવ નથી. પોલિસ તરફથી સેનાને કહેવામાં આવ્યુ હતુ કે તે પોલિસ સાથે સલાહસૂચન કરીને બીજો વિસ્તાર સર્ચ કરી શકે છે.

આ પહેલા ઇંડિયન આર્મીના ઇસ્ટર્ન કમાંડ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે આર્મીએ પશ્ચિમ બંગાળ પોલિસની મદદથી આ રુટીન અભ્યાસને અંજામ આપ્યો છે. પોલિસના પણ બે કોંસ્ટેબલ તેમાં જોડાયેલા હતા.

English summary
Indian Army releases documents sent to departments of the West Bengal Govt.
Please Wait while comments are loading...