For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICMRએ ખાનગી લેબને કોરોના વાયરસની તપાસની આપી મંજૂરી, જાણો કેટલા રૂપિયામાં થશે ટેસ્ટ

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)એ મોટો નિર્ણય લઈને પ્રાઈવેટ લેબને અમુક ગાઈડલાઈન્સ સાથે કોરોના વાયરસની તપાસની મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

આખા વિશ્વમાં અત્યારે કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે. બધી સરકારો સામાન્ય લોકોને સોશિયલ ડિસ્ટન્સ મેઈનટેઈન કરવા માટે કહી રહી છે. આ ખતરનાક સંક્રમણની અસર ભારતમાં ઝડપથી વધી રહી છે. વાયરસના પ્રસારને રોકવાના ઉદ્દેશ્યથી આજે ભારતમાં જનતા કર્ફ્યુ લાગુ થયો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 315 કેસ થઈ ચૂક્યા છે અને આ મહામારીથી લોકો મોતના શિકાર થઈ ચૂક્યા છે. ભારતમાં સંક્રમણ વધી રહ્યુ છે જેના પર લગામ લગાવવાની દરેક રીતે કોશિશ થઈ રહી છે. આ દરમિયાન ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)એ મોટો નિર્ણય લઈને પ્રાઈવેટ લેબને અમુક ગાઈડલાઈન્સ સાથે કોરોના વાયરસની તપાસની મંજૂરી આપી દીધી છે.

corona

4500 રૂપિયાની ચૂકવણી

તમને જણાવી દઈએ કે દેશમાં અત્યારે માત્ર સરકારી લેબમાં કોરોનાનો ટેસ્ટ થાય છે, ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટ માટે 4500 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. ICMRએ કહ્યુ છે કે ખાનગી લેબ માત્ર ડૉક્ટરની સલાહ પર જ કોરોનાનો ટેસ્ટ કરે, અત્યારે દેશની 11 સરકારી લેબમાં કોરોના વાયરસનો ટેસ્ટ થઈ રહ્યો છે. ICMRએ કહ્યુ છે કે બની શકે તો ખાનગી લેબ મફતમાં કોરોના ટેસ્ટ કરે.
સાવચેતી જ બચાવ છે

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ આખી દુનિયાને પોતાની ચપેટમાં લઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોનો મોત થઈ ચૂક્યા છે. લોકોને સાવચેતી રાખવા કહેવામાં આવી રહ્યુ છે અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે કારણકે સાવચેતી જ બચાવ છે.

આ વાતોનુ રાખો ખાસ ધ્યાન

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાથને લગભગ 20 સેકન્ડ સુધી ધુઓ.

હાથમાંથી બેક્ટેરિયા સાફ કરવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે. આના માટે આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો પણ ઉપયોગ કરી શકાય છે.

ભીડવાળા વિસ્તારોમાં જવાનુ ટાળો. જે લોકોને ખાંસી કે શરદી હોય, તેમના સંપર્કમાં ન આવો.

પોતાના નાક-મોઢુ અને આંખોને વારંવાર ટચ ના કરો. જો તમને ખાંસી, શરદી કે તાવ હોય તો તરત જ ડૉક્ટર પાસે જાવ.

ખાંસતી અને છીંકતી વખતે નાક-મોઢા પર રૂમાલ કે ટિશ્યુ પેપર રાખી લો.

આ પણ વાંચોઃ Covid 19: ઈટલીમાં કોરોનાનો કહેર, એક દિવસમાં 793 મોતઆ પણ વાંચોઃ Covid 19: ઈટલીમાં કોરોનાનો કહેર, એક દિવસમાં 793 મોત

English summary
Indian Council of Medical Research (ICMR) issues guidelines for COVID 19 testing by private laboratories.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X