For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનથી દિલ્લી પહોંચ્યા હામિદ અનસારી, ‘ઘરે પાછા આવવુ ઈમોશનલ પળ'

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક હામિદ નેહાલ અનસારી, દિલ્લી પહોંચી ગયા છે. હામિદને મંગળવારે જેલમાંથી છોડવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક હામિદ નેહાલ અનસારી, દિલ્લી પહોંચી ગયા છે. હામિદને મંગળવારે જેલમાંથી છોડવામાં આવ્યા હતા. હામિદ મુંબઈના રહેવાસી છે અને પોતાની ગર્લફ્રેન્ડને મળવા પાકિસ્તાન ગયા હતા. દિલ્લી પહોંચવા પર હામિદે કહ્યુ કે, 'મને ઘરે પાછા આવવા પર ઘણુ સારુ લાગી રહ્યુ છે અને હું અત્યારે ખૂબ ભાવુક છુ.' હામિદ પાકિસ્તાનની પેશાવર સેન્ટ્રલ જેલમાં બંધ હતા. મંગળવારે વાઘા બોર્ડરના રસ્તે દેશ પહોંચ્યા છે. તેમને નવેમ્બર 2012માં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે પાકિસ્તાન તેમના પર લગાવેલા જાસૂસીના આરોપોને સાબિત કરી શક્યુ નહોતુ. તેમને 15 ડિસેમ્બર 2015ના રોજ ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી કે જે શનિવારે પૂરી થઈ ગઈ.

hamid ansari

અનસારી પાસે મળ્યુ હતુ નકલી ઓળખપત્ર

વાઘા બોર્ડર પર હામિદની મા ફોજિયા અને પિતા નેહાલ અનસારી પુત્રને લેવા પહોંચ્યા હતા. હામિદના માતાપિતા ત્રણ વર્ષ બાદ પુત્રને જેલમાંથી આવવાના સમાચાર પર ઘણા ખુશ છે. તેમણે કહ્યુ કે તેમના પુત્રના ઈરાદા ખોટા નહોતા અને તે નેક ઈરાદા સાથે પાકિસ્તાન ગયા હતા. જો કે તેમણે એ પણ કહ્યુ કે તેમના પુત્રને યોગ્ય વિઝા લઈને પાકિસ્તાન જવુ જોઈતુ હતુ. સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યુ હતુ. આ નિવેદનમાં જાણકારી આપવામાં આવી હતી કે વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી કે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચ કમિશનને જાણ કરી દેવામાં આવી છે કે હામિદ અનસારીને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. ભારત તરફથી વારંવાર પાકિસ્તાનને આ વાતનો અનુરોધ કરવામાં આવ્યો હતો કે અનસારીને ભારતીય રાજદૂતને મળવા દેવામાં આવે. અનસારીની નવેમ્બર 2012માં અફઘાનિસ્તાનના રસ્તે પાકિસ્તાનમાં દાખલ થવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. હામિદ પાસેથી નકલી ઓળખપત્ર મળ્યુ હતુ. ત્યારબાદ તેમને ડિસેમ્બર 2015ના રોજ ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. પેશાવરની સેન્ટ્રલ જેલમાં હામિદે પોતાની સજા પૂરી કરી હતી.

27 વર્ષની ઉંમરમાં પહોંચ્યા પાકિસ્તાન

પાકિસ્તાનના અધિકારી પહેલા હામિદ અનસારીને મિલિટ્રી કોર્ટ હેઠળ સજા આપવા ઈચ્છતા હતા. અધિકારી હામિદ અનસારીને જાસૂસી અને આતંકવાદના આરોપોમાં સજા આપવાની કોશિશમાં હતા. પરંતુ તે આ વાત સાબિત કરી શક્યા નહિ. અધિકારીઓ પાસે જે પુરાવા હતા તેનાથી તે માત્ર એક એવા આશિક તરીકે સાબિત થઈ શક્યા કે જે એક છોકરીની શોધમાં પાકિસ્તાન સુધી પહોંચી ગયા હતા. અનસારીની મા ફોજિયા અને તેમના પિતા નેહાલ અનસારીએ છ વર્ષોમાં એક પણ દિવસ એવો નહિ ગયો હોય જ્યારે તેમણે પોતાના પુત્ર માટે ઈન્સાફની લડાઈ ન લડી હોય. અનસારીની ઉંમર 27 વર્ષની હતી જ્યારે તે પાકિસ્તાન પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ વધુ સસ્તી થશે આ રોજિંદી વસ્તુઓ, જીએસટીમાં થશે ફેરફાર, PM એ આપ્યા સંકેતઆ પણ વાંચોઃ વધુ સસ્તી થશે આ રોજિંદી વસ્તુઓ, જીએસટીમાં થશે ફેરફાર, PM એ આપ્યા સંકેત

English summary
Indian national Hamid Ansari lodged in a jail in Pakistan reached Delhi after 6 year and he said its a very emotional moment for him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X