ભારતીય નૌસેનાનું દરિયામાં સફળ ઓપરેશન, 19 પાકિસ્તાનીઓને સોમાલિયન ચાંચિયાઓના કબ્જામાંથી છોડાવ્યા
દરિયામાં ભારતીય સેનાના કારનામાઓ ચાલુ છે. સેના સતત સોમાલિયન ચાંચિયાઓ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે ત્યારે હવે વધુ એક કારનામાંમાં 19 પાકિસ્તાનીઓને મુક્ત કરાવ્યા છે.
સમાચારો અનુસાર, સોમાલિયન ચાંચિયાઓ દ્વારા હાઈજેક કરાયેલા પાકિસ્તાની જહાજ અલ નામીને મુક્ત કરાવ્યુ છે. ભારતીય નૌસેનાનું 24 કલાકમાં આ બીજુ ઓપરેશન છે.

એક ભારતીય સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ કોચીના દરિયાકાંઠાથી લગભગ 800 માઇલ દૂર ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરાયેલા ફિશિંગ જહાજ અલ નામીને બચાવી લીધું છે.
સંરક્ષણ અધિકારી અનુસાર, ભારતીય નૌકાદળના મરીન કમાન્ડોએ ક્રૂને સુરક્ષિત રીતે બચાવવા ઓપરેશન લોન્ચ કર્યુ હતુ. આ દરમિયાન તેમણે સફળતાપૂર્વક બોટને બંધકોમાંથી મુક્ત કરાવી દીધી.
છેલ્લા 24 કલાકમાં ભારતીય નૌકાદળનું આ બીજું સફળ એન્ટી-પાયરસી ઓપરેશન છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
ભારતીય નૌસેનાએ એક નિવેદન જણાવ્યુ કે, નેવલ શિપ સુમિત્રાએ સોમાલિયાના પૂર્વ કિનારે વધુ એક સફળ એન્ટી-પાયરસી ઓપરેશન હાથ ધર્યું છે. ભારતીય નૌકાદળે માછીમારીના જહાજ અલ નામી અને તેના ક્રૂને 11 સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા છે. આ જહાજમાં 19 પાકિસ્તાની નાગરિકો સવાર હતા.
જણાવી દઈએ કેસ એક દિવસ પહેલા ભારતીય નૌસેનાએ સફળ ઓપરેશન પાર પાડતા નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવ્યા હતા. ચાંચિયાઓએ ઈરાની જહાજને હાઈજેક કર્યું હતું અને તેમાં લગભગ 17 ક્રૂ મેમ્બર સવાર હતા.












Click it and Unblock the Notifications
