For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UKના 'સુપર રિચ'ની યાદીમાં હિન્દુજા બ્રધર્સ ટોચ પર

|
Google Oneindia Gujarati News

લંડન, 11 મે : બ્રિટનમાં રહેતા 102 અબજપતિઓ અને અતિ શ્રીમંત લોકોની યાદીમાં હિન્દુજા બંધુઓ ટોચ પર છે. આ યાદીમાં લોર્ડ સ્વરાજ પૌલ તેમજ અન્ય ચાર ભારતીય મૂળના શ્રીમંતોનો પણ સમાવેશ થાય છે.

લંડનસ્થિત શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજાની કુલ સંપત્તિ 11.9 અબજ પાઉન્ડ છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તેમની સંપત્તિમાં 1.3 અબજ પાઉન્ડનો ઉમેરો થયો છે. હિન્દુજા બંધુઓએ સ્ટીલ ઉદ્યોગના મહારથી લક્ષ્મી એન. મિત્તલ અને રશિયન ઉદ્યોગપતિ અલીશેર ઉસ્માનોવને પાછળ રાખી દીધા છે. આ યાદીમાં પ્રકાશ લોહિયા, અનિલ અગ્રવાલ અને અજય કલ્સીનો સહિત લંડનના 72 અબજોપતિઓ છે.

hinduja-brother

ઓટોમોટિવ, રીયલ એસ્ટેટ અને ઓઈલ સહિત વિવિધ ક્ષેત્રોમાં બિઝનેસ કરનાર મલ્ટીનેશનલ હિન્દુજા ગ્રુપના માલિકો હિન્દુજા બંધુઓ ગયા વર્ષે આ યાદીમાં ત્રીજા નંબર પર હતા, પણ આ વર્ષે તેમણે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અલીશેર ઉસ્માનોવ, જે ગયા વર્ષે પહેલા નંબર પર હતા, તે આ વર્ષે બીજા નંબર પર ધકેલાઈ ગયા છે તો ગયા વર્ષે ચોથા નંબર રહેનાર મિત્તલ આ વખતે ત્રીજા નંબર પર છે. મિત્તલ પાસે 10.25 અબજની સંપત્તિ છે.

English summary
The Hinduja brothers have emerged as the richest persons in the UK, which boasts of 102 billionaires, including Lord Swraj Paul and four others of Indian-origin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X