For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ન્યુયોર્ક; US મુલાકાતનો દિવસવાર બેઠક કાર્યક્રમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી/ન્યુ યોર્ક, 26 સપ્ટેમ્બર : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના શહેર ન્યુ યોર્કમાં પહોંચી ગયા છે. પ્રથમ દિવસથી જ નરેન્દ્ર મોદીની બેઠકોનો દોર શરૂ થઇ જવાનો છે. અત્યંત ભરચક કાર્યક્રમોને કારણે નરેન્દ્ર મોદી ચાર દિવસની અમેરિકા યાત્રા દરમિયાન અત્યંત વ્યસ્ત રહેવાના છે.

પોતાની યુએસ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બિલ અને હિલેરી ક્લિન્ટન જેવી હસ્તીઓ સાથે સમય ગાળશે. આ ઉપરાંત તેઓ અમેરિકાના ટોચના CEO સાથે બ્રેકફાસ્ટ કરશે. તેઓ મહાત્મા ગાંધીની પ્રતિમાની મુલાકાત લેશે અને મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે ભારતીય સમુદાયને સંબોધન પણ કરવાના છે.

અમે અહીં તેમની કયા દિવસે કોની સાથે બેઠક યોજાવાની છે તેની વિગતો આપી રહ્યા છીએ. આ સાથે એ પણ જણાવી દઇએ કે તેઓ સમગ્ર મુલાકાત દરમિયાન નવરાત્રિના ઉપવાસ ચાલુ રાખશે...

સપ્ટેમ્બર 26

સપ્ટેમ્બર 26


ન્યુ યોર્ક શહેરના મેયર બિલ ડે બ્લાસિયો સાથે બેઠક

સપ્ટેમ્બર 27

સપ્ટેમ્બર 27


  • 9/11 મેમોરિયલની મુલાકાત
  • સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાને સંબોધન
  • બાંગ્લાદેશ, નેપાળના વડાપ્રધાન તથા શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે દ્વીપક્ષીય બેઠક
  • ન્યુયોર્કના પૂર્વ મેયર મિશેલ બ્લૂમબર્ગ સાથે બેઠક
  • અગ્રણી ભારતીય અમેરિકનો અને એનઆરઆઇ સાથે બેઠક
  • સેન્ટ્રલ પાર્ક ખાતે ગ્લોબલ સિટીઝન્સ ફેસ્ટિવલમાં હાજરી
  • સપ્ટેમ્બર 28

    સપ્ટેમ્બર 28


    • ન્યુ યોર્ક અને સાઉથ કેરોલિના રાજ્યના રાજ્યપાલો સાથે બેઠક
    • મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે ભારતીય ડાયસ્પોરાને સંબોધન અને ઇન્ડિયન અમેરિકનના ખાસ ગ્રુપ સાથે બેઠક
    • યુએસ અને કેનેડામાં રહેલા સિખ સમુદાયના પ્રતિનિધિઓ સાથે બેઠક અને અમેરિકાના જ્યુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે બેઠક
    • અમેરિકામાં ભારતીય રાજદૂત એસ જયશંકર દ્વારા આયોજિત રાત્રિ ભોજમાં હાજરી
    • સપ્ટેમ્બર 29

      સપ્ટેમ્બર 29


      • 11 મલ્ટીનેશનલ કંપનીના ટોપ એક્ઝિક્યુટિવ સાથે બ્રેકફાસ્ટ મીટિંગ, ત્યાર બાદ અન્ય 6 કંપનીઓના ટોપ એક્ઝિક્યુટિવ સાથે મીટિંગ
      • ન્યુ યોર્કમાં કાઉન્સિલ ફોર ફોરેન રિલેશન્સના સભ્યો સાથે બેઠક
      • બિલ અને હિલેરી ક્લિન્ટન સાથે બેઠક
      • રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે અંગત રાત્રિભોજ
      • સપ્ટેમ્બર 30

        સપ્ટેમ્બર 30


        • સાઇટ સીઇંગ વિઝિટમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર મેમોરિયલ, લિંકન મેમોરિયલ અને મહાત્મા ગાંધીની પ્રતિમાની મુલાકાત
        • યુએસ - ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા રિસેપ્શનમાં હાજરી
        • યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જો બિડન અને યુએસ સેક્રેટરી જ્હોન કેરી સાથે લંચ
        • યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના અધ્યક્ષ જ્હોન બોનર અને હાઉસ લીડરશિપ સાથે બેઠક
        • મેરિલેન્ડના રાજ્યપાલ માર્ટિન ઓ મલે સાથે બેઠક
        • અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે અંદાજે દાઢ કલાકની દ્વીપક્ષિય બેઠક
        • સાંજે 6 વાગે ભારત પરત આવવા રવાના થશે

English summary
Indian PM Narendra Modi reached New York; America visits day wise meeting schedule
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X