ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતનું શેડ્યુલ
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. છેવટે નરેન્દ્ર મોદીનો અમેરિકા મુલાકાતનો તારીખવાર કાર્યક્રમ જાહેર થયો છે. આ કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરે ન્યુયોર્ક પહોંચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની અમેરિકા મુલાકાત દરમિયાન બ્રેકફાસ્ટ અવર્સમાં વિશ્વની ટોચની કંપનીઓના સીઇઓ અને કોર્પોરેટ્સ સાથે મુલાકાત યોજશે અને તેમને ભારતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે. ટોચની આ કંપનીઓમાં આઇબીએમ, જીઇ વગેરેનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદી માટે 29 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેમની સાથે એક્ઝિક્યુટિવ્સ જોડાશે. જો કે આ સ્ટેટ ડિનર નથી. એટલે કે તેમાં નરેન્દ્ર મોદીની સાથે બરાક ઓબામા અને તેમના ટોચના કેબીનેટ સહયોગીઓ સુઝાન રાઇસ, જ્હોન કેરી અને ચક હેગલ વગેરે જોડાશે નહીં.
નોંધનીય છે કે મોદીની ન્યુયોર્ક મુલાકાતને પગલે ન્યુયોર્કમાં નરેન્દ્ર મોદીની લાઇફ-સાઇઝ પ્રતિમા મૂકવામાં આવશે. લોકો એની સાથે ફોટો પણ પડાવી શકશે. આ સિવાય લોકો હાથમાં મોદીને આવકારતાં પોસ્ટરો પણ હશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકામાં જ નરેન્દ્ર મોદી ઇઝરાયલના વડાપ્રધાનને મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તારીખવાર કાર્યક્રમ જાણવા આગળ ક્લિક કરો...

1
સપ્ટેમ્બર 26, 2014 - શુક્રવાર : ન્યુયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું આગમન

2
સપ્ટેમ્બર 27, 2014 - શનિવાર : બપોરના સમયે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને સંબોધન

3
સપ્ટેમ્બર 28, 2014 - રવિવાર : મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે ઇન્ડિયન અમેરિકન સમુદાયને સંબોધન

4
સપ્ટેમ્બર 28, 2014 - રવિવાર : યુએનમાં ભારતીય એમ્બેસેડર દ્વારા યોજવામાં આવેલા ખાનગી રિસેપ્શનમાં હાજરી

5
સપ્ટેમ્બર 29, 2014 - સોમવાર : વોશિંગ્ટન ડીસી પહોંચશે. યુએસ કોંગ્રેસના સભ્યો તથા ઇન્ડિયા કોકસ સાથે મુલાકાત યોજશે

6
સપ્ટેમ્બર 29, 2014 - સોમવાર : વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત

7
સપ્ટેમ્બર 30, 2014 - મંગળવાર : વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત












Click it and Unblock the Notifications
