For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે રેલવે સ્ટેશન પર મફતમાં મોબાઈલ રિચાર્જ થશે, બસ કરો આટલું કામ

હવે રેલવે સ્ટેશન પર મફતમાં મોબાઈલ રિચાર્જ થશે, બસ કરો આટલું કામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટ્રેનમાં સફર કરતા યાત્રીઓ માટે ગુડ ન્યૂજ છે. જણાવી દઈએ કે ભારતીય રેલવે જલદી જ એક નવી સુવિધા શરૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત તમારે રેલવે સ્ટેશન પર બસ એક ખાસ કામ કરવું પડશે, જેનો ફાયદો એ થશે કે ભારતીય રેલવે તરફથી તમારો મોબાઈલ ફોન રિચાર્જ કરાવવામાં આવશે, તે પણ બિલકુલ મફતમાં. આખરે એવું તો શું છે જેના માટે રેલવવે તરફથી આ ઑફર આપવામાં આવી રહી છે, અહીં જાણો...

ભારતીય રેલવે તમારો ફોન રિચાર્જ કરશે

ભારતીય રેલવે તમારો ફોન રિચાર્જ કરશે

ભારતીય રેલવે તરફથી એવા રેલ યાત્રીઓનો મોબાઈલ ફોન રિચાર્જ કરવામાં આવશે જે રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિક બોટલ નષ્ટ કરતા મશીનનો ઉપયોગ કરશે. રેલવે તરફથી આ પહેલ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ખતમ કરવા માટે કર્યો છે. જણાવી દઈએ કે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધન દરમિયાન રા્ટ્રને એકવાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને પ્લાસ્ટિકની પાણીની બોટલનો વિકલ્પ શોધવાની અપીલ કરી હતી. પીએમ મોદીની આ પહેલને આગળ વધારવા માટે રેલવે તરફથી આ પગલું ભરવામાં આવ્યું છે.

પ્લાસ્ટિક બોટલ નષ્ટ કરનાર મશીનોનો ઉપયોગ કરો

પ્લાસ્ટિક બોટલ નષ્ટ કરનાર મશીનોનો ઉપયોગ કરો

ભારતીય રેલવે તરફથી જાહેર નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે બે ઑક્ટોબરથી રેલવે સ્ટેશનો અને તેના પરિસરમાં એકવાર પ્રયોગમાં લાવનાર પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ થાય. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે જણાવ્યું કે, રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલનો નષ્ટ કરનાર 400 મશીનો લગાવવામાં આવશે. જે કોઈપણ યાત્રી તેનો ઉપયોગ કરશે, તેનો મોબાઈલ ફોન રેલવે તરફથી રિચાર્જ કરાવવામાં આવશે. જેના માટે આ યાત્રીઓને પ્લાસ્ટિકની બોટલ નષ્ટ કરનાર મશીનનો ઉપયોગ કરતી વખતે પોતાનો મોબાઈલ નંબર નોંધાવવાનો રહેશે. જવો જ યાત્રી મશીનનો ઉપયોગ કરતી વખતે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરશે કે તેમનો મોબાઈલ ફોન રિચાર્જ થઈ જશે.

આવી રીતે ફ્રીમાં તમારો ફોન રિચાર્જ થશે

આવી રીતે ફ્રીમાં તમારો ફોન રિચાર્જ થશે

હાલ રિચાર્જનું વિવરણ ઉપલબ્ધ નથી. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે કહ્યું કે વર્તમાનમાં 128 સ્ટેશનો પર પ્લાસ્ટિકની બોટલો નષ્ટ કરતા 160 મશીનો લગાવવામાં આવી છે. જેની સાથે જ રેલવેના કર્મચારીઓને સ્ટેશન પર ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની બોટલો જમા કરવા અને તેને રિસાઈકલ માટે મોકલવાના નિર્દેશ પણ આપ્યા છે.

પીએમ મોદીની અપીલ બાદ રેલવેની ખાસ પહેલ

પીએમ મોદીની અપીલ બાદ રેલવેની ખાસ પહેલ

એટલું જ નહિં અગાઉ રેલવે મંત્રાલય તરફથી પોતાના તમામ કર્મચારીઓને ખાસ નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ફરીથી ઉપયોગમાં આવતી બેગનો ઉપયોગ કરે. સાથે જ 2 ઓક્ટોબરે એકવાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા સંકલ્પ પણ લેવડાવાવમાં આવશે.

ઉન્નાવ રેપ કેસઃ પીડિતાનું નિવેદન નોંધવા એમ્સમાં લાગી અસ્થાયી કોર્ટ, કુલદીપ સેંગરને લાવવામાં આવ્યોઉન્નાવ રેપ કેસઃ પીડિતાનું નિવેદન નોંધવા એમ્સમાં લાગી અસ્થાયી કોર્ટ, કુલદીપ સેંગરને લાવવામાં આવ્યો

English summary
indian railway will recharge your mobile phone for free, know how
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X