For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Big Update: રેલવેએ બદલ્યો નિર્ણય, 30 જૂન સુધીની બધી બુક ટિકિટો રદ

ભારતીય રેલવેએ લૉકડાઉન દરમિયાન પહેલા 15 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો.

|
Google Oneindia Gujarati News

ભારતીય રેલવેએ લૉકડાઉન દરમિયાન પહેલા 15 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ બુધવારે રેલવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો નિર્ણ કર્યો પરંતુ રેલવેએ એક વાર ફરીથી પોતાનો નિર્ણય બદલીને 30 જૂન અને તે પહેલાની યાત્રા માટે બુક કરાવેલ બધી ટિકિટો કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે.

train

ભારતીય રેલવેએ મોટો નિર્ણય કરીને નિયમિત યાત્રી ટ્રેનોમાં 30 જૂન અથવા તે પહેલા યાત્રા માટે બુક કરાવેલ બધી ટિકિટોને રદ કરવાના નિર્દેશ આપ્યા છે. જો કે રેલવેએ સ્પષ્ટ કહ્યુ છે કે બધી શ્રમિક ટ્રેનો અને વિશેષ ટ્રેનોનુ સંચાલન ચાલુ રહેશે. ભારતીય રેલવેએ મોટો નિર્ણય કરીને 30 જૂન 2020 અને તેના પહેલા સુધીની બધી ટિકિટોને રદ કરવાનો નિર્ણય કર્યો છે.

વળી, રેલવેએ કહ્યુ છે કે 30 જૂન 2020 સુધી બુક કરેલી બધી ટિકિટોને રિફંડ કરી દેવામાં આવી છે. રિફંડ માટે રેલવેએ પહેલેથી ગાઈડલાઈન્સ જારી કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલો મોક નથી જ્યારે ટ્રેન ટિકિટોનુ બુકિંગને રેલવે દ્વારા કેન્સલ કરવામાં આવ્યુ છે. આ પહેલા પણ રેલવેએ 17 મે સુધી ટ્રેનોની ટિકિટ કેન્સલ કર્યા હતા. તે પહેલા રેલવેએ 25 એપ્રિલ સુધી બુકિંગ રદ કરી હતી.

English summary
Indian Railways cancels all tickets booked to travel on or before June 30th, 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X