દેશને ઑક્સિજન સંકટમાંથી બચાવશે રેલવે અને એરફોર્સ, ટેન્કરોથી ફૂલ પહેલી ટ્રેન કાલે પહોંચશે મુંબઈ
દેશમાં ઑક્સિજનના ટ્રાન્સપોર્ટેશન માટે પણ મોટી મુશ્કેલી થઈ રહી છે. હવે ઑક્સિજનનુ ટ્રાન્સપોર્ટેશન કરવાનુ કામ રેલવે અને એરફોર્સ કરી રહી છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર રોજ ઝડપથી વિસ્ફોટક થઈ રહી છે. શુક્રવારે(23 એપ્રિલ) એક દિવસમાં કોરોના વાયરસના 3,32,730 નવા કેસ સામે આવ્યા છે અને 2263 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે સૌથી વધુ કમી મેડિકલ ઑક્સિજનની થઈ રહી છે. આ દરમિયાન દેશમાં ઑક્સિજનના ટ્રાન્સપોર્ટેશન માટે પણ મોટી મુશ્કેલી થઈ રહી છે. દેશમાં હવે ઑક્સિજનનુ ટ્રાન્સપોર્ટેશન કરવાનુ કામ રેલવે અને એરફોર્સ કરી રહી છે.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રના મુંબઈમાં શનિવારે(24 એપ્રિલ) પહેલી ઑક્સિજન એક્સપ્રેસ પહોંચવાની સંભાવના છે. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાંથી લિક્વિડ મેડિકલ ઑક્સિજન ટેન્કરો માટે ઑક્સિજન એક્સપ્રેસ ટ્રેન ગુરુવારે(22 એપ્રિલ) જ રવાના થઈ હતી. વળી, લખનઉથી બોકારો સ્ટીલ પ્લાન્ટ માટે ખાલી ઑક્સિજન ટેન્કર એક્સપ્રેસ ટ્રેનને ગ્રીન કોરિડેરથી મોકલવામાં આવી રહી છે.
ભારતીય રેલવેની જેમ એરફોર્સ પણ ઑક્સિજનના ટ્રાન્સપોર્ટેશનમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યુ છે. કાલે બે વાયુસેનાનના વિમાન સી-17 વિમાને બે ખાલી ક્રાયોજેનિક ઑક્સિજન કન્ટેનર અને એક એક IL-76 વિમાને કાલે એક ખાલી કન્ટેનરને પનાગર મધ્ય પ્રદેશ પહોંચાડ્યુ છે. વળી, વિદેશથી ઑક્સિજન કન્ટેનર્સ લાવવામાં પણ ઈન્ડિયન એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. જો કે આ અંગે હજુ અધિકૃત પુષ્ટિ કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
