ભારતીય વિજ્ઞાનીઓએ નવો જૈવિક પદાર્થ વિકસાવ્યો

research
કોલકત્તા, 11 જૂન : જાધવપુર યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે ઝિંક મિશ્રિત હાઇડ્રોઓક્સીએપેટાઇટ (એચએપી) હાકડાંના નિર્માણમાં ઘણો પ્રભાવ ધરાવે છે. આ શોધનું મૂળ કેલ્શિયમ ફોસ્ફેટ છે. એચએપી કેલ્શિયમ ફોસ્ફેટ આધારિત એવો બાયોસિરામિક પદાર્થ છે જે માનવ હાડકાં અને દાંતોના અકાર્બનિક તત્વોના એક મોટા હિસ્સાનું નિર્માણ કરે છે.

જાધવપુર યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ બાયોસાયન્સ એન્ડ એન્જીનિયરિંગના સંયુક્ત નિર્દેશક અભિજિત ચંદાએ જણાવ્યું કે ઝિંક કૃત્રિમ એચએપીના જૈવિક ગુણોમાં સુધારો કરે છે. તે તેની જ્વલનશીલતાને ઘટાડે છે. તેમાં બેક્ટેરિયા વિરોધી તત્વો હોય છે

ચંદાએ એમ પણ જણાવ્યું કે કૃત્રિમ ઝિંક મિશ્રિત એચએપી બનાવતા સમયે વિજ્ઞાનીઓએ સાધારણ ભીની રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હતો. આ ઉપયોગ દરમિયાન તેમણે નોંધ્યું કે તેમાં પારંપરિક એચએપીની સરખામણીમાં ઘણી વધારે દબાણ ક્ષમતા અને કઠોરતા છે. જ્યારે આ મિશ્રિત એચએપીના પ્રયોગ ન્યુઝીલેન્ડના એક સસલા પર બે માસ માટે કરવામાં આવ્યો તો જોવા મળ્યું કે મિશ્રિત એચએપીમાં હાડકાંનું નિર્માણ વધારે સારું થાય છે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે અમે પ્રાણીઓ પણ આનું પરીક્ષણ કરી ચૂક્યા છીએ. હવે તેનું ચિકિત્સાકીય પરીક્ષણ કરવામાં આવશે. અમને આશા છે કે તેના સારા પરિણામો મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X