For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલીવાર ભારતીય વૈજ્ઞાનિકોએ Coronavirusની તસવીર લીધી, ગળાના ખરાશના સેમ્પલથી મળી સફળતા

પહેલીવાર ભારતીય વૈજ્ઞાનિકોએ Coronavirusની તસવીર લીધી, ગળાના ખરાશના સેમ્પલથી મળી સફળતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતના વૈજ્ઞાનિકોએ પહેલીવાર સાર્સ-સીઓવી-2 વાયરસ (COVID-19)ની સૂક્ષ્મતા તસવીર પરથી પડદો ઉઠાવવામાં સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ કેરળમાં 30 જાન્યુઆરીએ સામે આવેલ કોરોના વાયરસના સૌથી પહેલા પુષ્ટ દર્દીના ગળાની ખરાશના નમૂના લેવામાં આવ્યા હતા. તે નમૂનાથી આ તસવીર સામે આી છે. આઈજેએમઆરના લેટેસ્ટ એડિશનમાં આને વિસ્તારથી પ્રકાશિત કરવામાં આવી છે.

ચીનના વુહાનથી મહિલા દર્દી પરત ફરી હતી

ચીનના વુહાનથી મહિલા દર્દી પરત ફરી હતી

આ મહિલા દર્દી એવા ત્રણ વિદ્યાર્થીઓમાં સામેલ હતી જે ચીનના વુહાન હેરમાં મેડિકલનો અભ્યાસ કરી રહી હ્યા હતા. કેરળના આ નમૂનાની જે સિક્વેંસિંગ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીમાં કરવામાં આવી હતી. જેમાં માલૂમ પડ્યું હતું કે ભારતમાં મળેલ આ વાયરસ ચીનના વુહાન શહેરમાં મળેલ આ વાયરસથી 99.98 ટકા મળતો આવે છે.

વાયરસનો આકાર 75 નેનોમીટર

આઈજેએમઆરમાં ઉપરોક્ટ લેખ આઈસીએમઆર-એનઆઈવી નેશનલ ઈન્ફ્લૂએન્જા સેન્ટરની ટીમે લખ્યું છે. જેના લેખકોમાં એનઆઈવીના ઉપનિદેશક અને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ એન્ડ પૈથોલોજીના પ્રમુખ અતનુ બસુ પણ સામેલ છે. લેખ મુજબ એક વાયરસ પાર્ટિકલ ઘણી સારી રીતે સંરક્ષિત હતી જેમાં કોરોના વાયરસના ઘણા વિશિષ્ટ લક્ષણ જણાઈ રહ્યા હતા. આ આકાર 75 નેનોમીટરનો હતો.

અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણનો ઈલાજ શોધાયો નથી

અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણનો ઈલાજ શોધાયો નથી

જણાવી દઈએ કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણનો ઈલાજ શોધી શકાયો નથી. દુનિયાભરમાં તમામ દેશોના વૈજ્ઞાનિક તેનો ઈલાજ શોધવા માટે રિસર્ચમાં લાગ્યા છે. ભારતીય વૈજ્ઞાનિકોએ હવે કોરોના વાયરસની તસવીર લીધી છે, જેનાથી તેના ઈલાજની દિશામાં આગળની શોધનો રસ્તો સાફ થઈ ગયો છે.

ભારતમાં અત્યાર સુધી આ વાયરસના સંક્રમણથી 17ના મોત

ભારતમાં અત્યાર સુધી આ વાયરસના સંક્રમણથી 17ના મોત

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ભારતમાં તેજીથી પગપેસારો કરી રહ્યો છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડાઓ મુજબ આ વાયરસી દેશમાં 17 લોકોના મોત થઈ ચૂક્યાં છે જ્યારે 724 લોકો સંક્રમિત છે અને 66 લોકો ઠીક થઈ ચૂક્યા છે.

દુનિયાની અર્થવ્યવસ્થા પર કોરોનાનો કહેર, 2009ની મંદીથી પણ ખરાબ સ્થિતિ થશેઃ IMFએ ચેતવ્યાદુનિયાની અર્થવ્યવસ્થા પર કોરોનાનો કહેર, 2009ની મંદીથી પણ ખરાબ સ્થિતિ થશેઃ IMFએ ચેતવ્યા

English summary
Indian scientists reveal first image of coronavirus by using a microscope.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X