ઓલંપિક પદક વિજેતા રાજ્યવર્ધન ભાજપમાં જોડાયા
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર: ઓલંપિકમાં રજત પદક જીતનાર રાજ્યવર્ધન સિંહ રાઠોડ જયપુરમાં આયોજિત ભારતીય જનતા પાર્ટીની મહારેલીમાં ભાગ લેતાં ભાજપમાં જોડાયા છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડે પાર્ટીના હિતમાં કામ કરવાની શપથ લીધી હતી.
તમને જણાવી દઇએ કે ભાજપના પ્રમુખ વસુંધરા રાજેએ જયપુરના દાડમના બાગમાં સુરાજ સંકલ્પ સંમેલનના નામથી મહારેલી આયોજિત કરી હતી. ભાજપના અધ્યક્ષ રાજનાથ પણ આ રેલીમાં સામેલ થયા હતા.

રેલી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. લાઇવ કવરેજ માટે 25 સ્ક્રીન લગાવામાં આવી હતી. 15 સભા સ્થળ અને 10 શહેરોમાં મુખ્ય સ્થળો પર આ સ્ક્રીન લગાવવામાં આવી હતી. નરેન્દ્ર મોદીની રેલીમાં વિધાનસભા ચુંટણી માટે ભાજપના ચુંટણી પ્રચારની શરૂઆત થઇ હતી.












Click it and Unblock the Notifications
