દિવાળી પહેલા સૈનિકોને મોટી ગિફ્ટ આપવાની તૈયારીમાં મોદી સરકાર

Subscribe to Oneindia News

મોદી સરકાર દિવાળી પહેલા સૈનિકોને મોટી ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. સશસ્ત્ર સુરક્ષાદળોના નવા ગ્રેડ પે અંગે ઉઠેલા વિવાદને ઉકેલવામાં લાગેલા ત્રણે સેનાઓના પ્રમુખોની કોશિશ જો સફળ રહી તો 30 ઑક્ટોબર પહેલા જવાનોને દિવાળી ગિફ્ટ મળી જશે.

diwali gift 1

10 ઑક્ટોબરે સંરક્ષણ મંત્રાલય દ્વારા કરયેલા નિર્ણયમાં કહેવામાં આવ્યુ છે કે પે-કમિશન દ્વારા જારી કરાયેલ નોટીફીકેશન અંતર્ગત ઍડ-હૉક બેઝીસ પર રખાયેલ કર્મચારીઓને પેમેંટ કરી દેવામાં આવ્યુ છે. સાથે જ સૈનિકોને હાલના ગ્રેડ-પે પર 10% એરિયર્સ આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ એરિયર્સ જાન્યુઆરી 2016 થી આપવામાં આવશે.

diwali gifta 2

નવો પગાર નક્કી નથી

આનો અર્થ એ છે કે સૈનિકોને બોનસ રુપે એક મહિનાનો પગાર મળવાનો છે. સૈનિકોને આ ગિફ્ટ 30 ઑક્ટોબર પહેલા મળી જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી સિવિલ સર્વિસીઝ અને આર્મ્ડ ફોર્સિસને એરિયર મળ્યુ નથી અને પગાર પણ નક્કી થયો નથી.

diwali gift 3

આ કારણે નિર્ણયમાં વિલંબ

પે-કમિશનની ભલામણો અંગે ત્રણે સેનાઓના પ્રમુખ અસંતુષ્ટ હોવાના કારણે આ નિર્ણયમાં અત્યાર સુધી વિલંબ થઇ રહ્યો છે. ડિએબિલિટી પેમેંટ અને પેંશન અંગે પણ કમિશનના અહેવાલમાં અલગ-અલગ ભલામણો છે. ત્રણે સેનાઓના પ્રમુખ આ અંગે વિવાદિત બિંદુઓ ઉકેલવામાં લાગેલા છે. તેમનુ કહેવુ છે કે આ મુદ્દાઓને ઉકેલ્યા વિના ભલામણો લાગૂ કરી શકાય નહિ.

diwali gift 4

વચગાળાના પે-સ્કેલથી મળી શકે છે ગિફ્ટ

સરકાર પાસે એક વિકલ્પ વચગાળાના પે-સ્કેલનો છે. સરકાર ઇચ્છે તો હાલમાં વચગાળાનો પે-સ્કેલ નિર્ધારિત કરીને સૈનિકોને દિવાળીની ગિફ્ટ આપી શકે છે. આ માટે ત્રણે સેના પ્રમુખોએ સંરક્ષણ મંત્રાલય સાથે તાલમેલ કરવો જરુરી છે.

English summary
Indian soldiers to get big diwali gift from modi government before october 30
Please Wait while comments are loading...