For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાની યાત્રા માટે ભારતીય છાત્રોને વેક્સીન અનિવાર્ય નથીઃ વિદેશ મંત્રાલય

વિદેશમાં અભ્યાસ કરતા છાત્રોને આ દરમિયાન મોટી રાહત મળી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના કાળમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે વસ્તીની દ્રષ્ટિએ કોરોનાની વેક્સીન લોકોને પૂરી નથી પાડવામાં આવી રહી જેના કારણે રસીકરણની ગતિ ધીમી છે. વળી, વિદેશમાં અભ્યાસ કરતા છાત્રોને આ દરમિયાન મોટી રાહત મળી છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે અમેરિકાએ કહ્યુ છે કે ભારતીય છાત્રો માટે અમેરિકાની યાત્રા કરવા માટે કોરોના વેક્સીન અનિવાર્ય નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યુ કે ભારતીય છાત્રોને અમેરિકા પાછા મોકલવા માટે સકારાત્મક સમાધાન શોધવા જોઈએ જેથી તે પોતાનો અભ્યાસ ફરીથી શરૂ કરી શકે. અમેરિકી દૂતાવાસે હાલમાં જ ભારતીય છાત્રો માટે વિઝા આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

student

બાગચીએ કહ્યુ કે અમેરિકી સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે અમેરિકાની યાત્રા માટે છાત્રોએ કોરોનાની વેક્સીન લગાવવી અનિવાર્ય નથી. ભારતીય છાત્રો અને અમેરિકી યુનિવર્સિટી વચ્ચે વાતચીત ચાલી રહી છે. જે છાત્રોને કોરોનાની વેક્સીન નથી લાગી તેમણે એક સપ્તાહ સુધી જાતે ક્વૉરંટાઈન થવુ પડશે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ કે અમે યાદ અપાવવા માંગીએ છીએ કે 26 જાન્યુઆરીથી અમેરિકાની યાત્રા શરૂ થઈ ચૂકી છે.

બે વર્ષની ઉંમરથી લઈને કોઈ પણ ઉંમરના યાત્રી કોરોનાના નેગેટીવ રિપોર્ટ સાથે અમેરિકાની ફ્લાઈટ લઈ શકે છે. આ નિયમ અમેરિકી નાગરિક અને વિદેશ નાગરિક બંને પર લાગુ થાય છે. અમેરિકા પહોંચવા પર પાંચ દિવસની અંદર કોરોના ટેસ્ટ કરાવવો અનિવાર્ય છે. વાસ્તવમાં છાત્રો વચ્ચે અસમંજસની સ્થિતિ એટલા માટે છે કારણકે ઘણી યુનિવર્સિટી અને અમેરિકી સરકાર વચ્ચે નિયમો માટે સ્થિતિ સ્પષ્ટ નથી. નોંધનીય વાત એ છે કે અમેરિકામાં અભ્યાસ કરતા ઘણા છાત્રો લાંબા સમયથી ભારતમાં જ રહીને ઑનલાઈન ક્લાસ લઈ રહ્યા છે.

English summary
Indian students are not mandatory to be corona vaccinated to travel for USA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X