For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IndiaTV-CNX સર્વેઃ પ્રિયંકા ગાંધીના આવવાથી પલટશે યુપીનું રાજકારણ, સપા-બસપાને ઝટકો

ન્યૂઝ ચેનલ IndiaTV અને CNX (રિસર્ચ સર્વે એજન્સી) એ એક સર્વે કર્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે રાજ્યના પૂર્વાંચલ ભાગમાં કોંગ્રેસને ફાયદો થવાનો છે.

|
Google Oneindia Gujarati News

દેશની સત્તાનો રસ્તો યુપીમાં થઈને જાય છે. ઘણી વાર એ જોવામાં આવ્યુ છે કે જે પાર્ટીએ પણ ઉત્તર પ્રદેશમાં વધુ સીટો પર કબ્જો કર્યો છે, કેન્દ્રમાં તેની જ સરકાર બની છે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવીને 80માંથી 71 સીટો પર કબ્જો કર્યો હતો. તો શું ભાજપ ફરીથી એકવાર 2019માં આ આંકડો લાવશે કે ઉત્તર પ્રદેશમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે... ઘણા સવાલોના જવાબ આવનારા સમયમાં ખબર પડી જશે પરંતુ આ વખતે ભાજપ માટે યુપીનો રસ્તો પહેલા જેટલો સરળ નથી રહેવાનો.

પ્રિયંકાના આવવાથી પૂર્વાંચલનો બદલી રહ્યો છે મૂડ

પ્રિયંકાના આવવાથી પૂર્વાંચલનો બદલી રહ્યો છે મૂડ

ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનું ગઠબંધન અને ફરીથી કોંગ્રેસે જે રીતે પ્રિયંકા ગાંધીને એક્ટિવ પોલિટિક્સમાં લૉન્ચ કર્યા છે તેનાથી ભાજપને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ જનતાનો મૂડ જાણવા માટે ટીવી ન્યૂઝ ચેનલ IndiaTV અને CNX (રિસર્ચ સર્વે એજન્સી) એ એક સર્વે કર્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે રાજ્યના પૂર્વાંચલ ભાગમાં કોંગ્રેસને ફાયદો થવાનો છે.

સપા-બસપા ગઠબંધનને નુકશાન કરશે પ્રિયંકા

સપા-બસપા ગઠબંધનને નુકશાન કરશે પ્રિયંકા

આ સર્વે મુજબ છેલ્લા બે મહિના જૂના સર્ને અને પ્રિયંકાના પોલિટિક્સમાં એન્ટ્રી બાદ લોકોના મૂડમાં બદલાવ આવ્યો છે. આ સર્વેની માનીએ તો પૂર્વાંચલમાં પ્રિયંકાના આવવાથી કોંગ્રેસને તો ફાયદો થશે જ પરંતુ સાથે ભાજપને પણ નુકશાન થવાનુ નથી. પ્રિયંકાના આવવાથી સપા-બસપા ગઠબંધનને નુકશાન થઈ શકે છે.

પ્રિયંકા બદલી રહી છે હવા

પ્રિયંકા બદલી રહી છે હવા

આ સર્વે મુજબ પૂર્વાંચલમાં પ્રિયંકાના આવતા પહેલા જ્યાં યુપીએને માત્ર બે સીટો પર જીત મળી રહી હતી ત્યાં હવે 4 સીટો પર જીત મળી રહી છે. પીએમ મોદીની સંસદીય સીટ વારાણસી પર પણ પ્રિયંકા ફેક્ટર કામ કરી રહ્યુ છે. જ્યાં છેલ્લા સર્વેના મુકાબલે હવે કોંગ્રેસને 12 ટકા સુધીનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. વળી, રાહુલ ગાંધીની અમેઠી સીટ પર પણ પ્રિયંકા ફેક્ટર કોંગ્રેસને 2 ટકાનો ફાયદો અપાવી રહ્યુ છે.

ચૂંટણીમાં પ્રિયંકા પાડશે પ્રભાવ

ચૂંટણીમાં પ્રિયંકા પાડશે પ્રભાવ

આ સર્વેની માનીએ તો પ્રિયંકાના આવવાથી ફૂલપુર સીટ પર કોંગ્રેસને જબરદસ્ત ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ગયા સર્વેમાં જ્યાં કોંગ્રેસને આ સીટથી માત્ર 4 ટકા મત મળી રહ્યા હતા પરંતુ હવે મત સ્વિંગ થઈને કોંગ્રેસને 15 ટકા સુધી પહોંચાડી દીધા છે. એટલે કે પ્રિયંકા ફેક્ટર આ સીટ પર કોંગ્રેસને સીધી રીતે 11 ટકાનો ફાયદો આપી રહ્યુ છે. ઓવરઑલ જોવામાં આવે તો પ્રિયંકાના આવવાથી કોંગ્રેસને ફાયદો જ છે અને ચૂંટણી સુધી પૂર્વી ઉત્તર પ્રદેશના જનરલ સેક્રેટરીનો પ્રભાવ હજુ વધુ વધવાનો છે.

આ પણ વાંચોઃ મહાસચિવ બન્યા બાદ કોંગ્રેસ કાર્યાલયમાં સામે આવ્યો પ્રિયંકા ગાંધીનો પહેલો ફોટોઆ પણ વાંચોઃ મહાસચિવ બન્યા બાદ કોંગ્રેસ કાર્યાલયમાં સામે આવ્યો પ્રિયંકા ગાંધીનો પહેલો ફોટો

English summary
IndiaTV-CNX Survey: Priyanka Gandhi to change UP politics, setback to SP-BSP alliance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X