શોર્ટ ડ્રેસમાં મહીલાને, ઇંડિગોએ મુસાફરી કરતા રોકી, થયો હંગામો
જી હા, ઇંડિગો વિમાન સેવાએ એક મહિલા યાત્રીને વિમાન પર ચઢવા માટે એટલા માટે ઇન્કાર કરી દીધો કારણ કે મહિલાએ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ બનાવ સોમવારે સવારે 2.40 કલાકે બન્યો હતો જ્યારે દોહાથી મુંબઇ પહોંચેલી એક મહિલા યાત્રી કનેક્ટીંગ ફ્લાઇટ દ્વારા દિલ્હી જવા માટે રવાના થવા માટે ચેકીંગ કાઉન્ટર પર પહોંચી અને ત્યારે તેને સ્ટાફે ત્યાં જ રોકી લીધી અને કહ્યું કે જ્યાં સુધી તમે તમારા કપડા નહીં ચેન્જ કરો ત્યાં સુધી તમને વિમાનમાં નહીં ચઢવા દેવામાં આવે. કારણ કે તમારો ડ્રેસ અશ્લીલ છે.
તમને જણાવી દઇકે પિડીત મહિલા ખુદ પહેલા ઇંડિગોમાં કામ કરતી હતી. અને હાલમાં તે પોતાની બહેનના કારણે ઇંડિગોમાં યાત્રા કરી રહી હતી કારણ કે તેની બહેન હાલમાં ઇંડિગોમાં કર્મચારી છે. જેણે સ્ટાફ મેમ્બર બેનિફીટને લઇને પોતાની બહેનને ટિકીટ પાસ આપ્યો હતો.
મહિલાએ આરોપ લગાવ્યો છેકે ઇંડિગોના સ્ટાફે આ વાતને લઇને તેની સાથે ગેરવર્તણુક કરી છે, ત્યારે આ વાતનું સમર્થન કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ પણ કર્યું છે. જ્યારે આ મામલે કેટલાક પ્રવાસીઓએ હસ્તક્ષેપ કર્યો ત્યારે જો તેઓ હંગામો મચાવશે તો, તેમને પણ પ્રવાસ નહીં કરવા દેવામાં આવે તેવુ ઇંડિગોના કર્મચારીઓએ જણાવ્યું હતુ.
ઇંડિગોના કર્મચારીઓએ કર્યું ગેરવર્તન
લોકોએ કહ્યું કે જે ડ્રેસને લઇને આટલો હંગામો મચ્યો હતો તે એક ફ્રોક હતુ અને તે એટલુ અશ્લીલ નહતુ જેટલો હંગામો કરવામાં આવ્યો હતો. આ મહિલાને એટલી પરેશાન કરવામાં આવી હતી કે મહિલા રડવા લાગી હતી.
ઇંડિગોએ કહ્યું કંઇ ખોટું નથી થયુ
આ મામલે ઇડિંગોએ સ્પષ્ટતા કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ઇંડિગોએ જણાવ્યું હતુ કે મહિલા મુસાફર અમારા નિયમોથી જાણકાર હતી. પરંતુ અમને દુખ છેકે મહિલા પેસેન્જરે મુંબઇ એરપોર્ટ પર પરેશાનીનો સામનો કરવો પડ્યો. પરંતુ અમારી ગાઇડલાઇન્સ મુજબ કર્મચારી અને તેમના પરિજનોએ ચોક્કસ ડ્રેસકોડનું પાલન કરવાનું હોય છે. તે કારણથી જ મુંબઇમાં સ્ટાફે તે મહિલાને રોકી હતી. તેમ છતા અમે આ મામલાની તપાસ કરાવીશું.