For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગલુરુ જતી ઈંડિગો ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ, દિલ્લીમાં થયુ લેંડિંગ, મુસાફરે શેર કર્યો વીડિયો

ઈંડિગોની દિલ્લીથી બેંગલુરુ જતી ફ્લાઈટના એન્જિનમાં આગ દેખાયા બાદ શુક્રવારે તેને દિલ્લી એરપોર્ટ પર રોકવામાં આવી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઈંડિગોની દિલ્લીથી બેંગલુરુ જતી ફ્લાઈટના એન્જિનમાં આગ દેખાયા બાદ શુક્રવારે તેને દિલ્લી એરપોર્ટ પર રોકવામાં આવી. મળતી માહિતી મુજબ દિલ્લીથી બેંગલુરુ ઈંડિગોની ફ્લાઈટ 6E-2131એ પોતાનુ ટેક-ઑફ રદ કરી દીધુ અને ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પૂર્ણ કટોકટી જાહેર કરી દીધી. નાગરિક ઉડ્ડયન મંત્રીએ ડીજીસીએના અધિકારીને આને લઈને તપાસ શરુ કરવાના નિર્દેશ આપી દીધા છે. મુસાફરોને 2 કલાક 46 મિનિટના વિલંબથી વૈકલ્પિક ફ્લાઈટથી રવાના કરવામાં આવ્યા.

indigo

એનડીટીવીના જણાવ્યા મુજબ મુસાફરોમાંથી એક પ્રિયંકા કુમારે ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં એન્જિનમાં આગ લાગી હતી અને તણખા નીકળતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યુ કે, 'ટેક ઑફ દરમિયાન એન્જિનમાં આગ લાગી હતી. પરિસ્થિતિ કાબૂમાં છે પરંતુ અમે હજી પણ વિમાનમાં છીએ.' સ્પાઇસજેટ અને ઇન્ડિગો જેવા ઓછા ખર્ચના એરક્રાફ્ટમાં ઘટનાઓ તાજેતરના મહિનાઓમાં વધી છે. જેના કારણે ભારતના ઉડ્ડયન નિયામક દ્વારા ઘણી તપાસ કરવામાં આવી રહી છે.

મુસાફર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે ફ્લાઈટના એન્જિનમાં ઉડાન ભરતા જ આગ લાગી જાય છે. આ પછી પ્લેનને ત્યાં જ રોકી દેવામાં આવ્યુ હતુ. વીડિયોમાં ભીષણ આગના તણખા નીકળતા જોવા મળી રહ્યા છે. આ ઘટના અંગે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતુ. નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, 'દિલ્હીથી બેંગલુરુ ફ્લાઈટ 6E-2131માં ટેક-|ફ રોલ દરમિયાન ટેકનિકલ સમસ્યા આવી. એરલાઈને કહ્યુ કે તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. ફ્લાઈટ ઑપરેશન માટે વૈકલ્પિક એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.'

મળતી માહિતી મુજબ વિમાનમાં કુલ 184 લોકો સવાર હતા. જેમાં 177 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. દરેકને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા. આ ઘટના રાત્રે 9:45 વાગ્યે બની હતી, જેના પછી દિલ્લી એરપોર્ટ પર બધાને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં 19 જૂને પટનાથી દિલ્લી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ટેક ઑફ થયાના થોડા જ સમયમાં આગ લાગી હતી. આ પછી તેને થોડીવાર બાદ ઈમરજન્સીમાં પટના એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. ઉપરોક્ત સ્પાઈસ જેટ વિમાને પટનાથી લગભગ 12:15 વાગ્યે ઉડાન ભરી હતી. આ અંગે પટના જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રશેખર સિંહે જણાવ્યુ હતુ કે ટેક ઑફ થયાના થોડા સમય બાદ સ્થાનિક વહીવટીતંત્રને આગ અંગે ફોન આવવા લાગ્યા હતા.

English summary
IndiGo Flight Delhi to Bengaluru flight engine caught fire before take off, watch video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X