For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્દિરા ગાંધીની જયંતિ આજે, કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી અને પ્રધાનમંત્રી મોદીએ આપી શ્રદ્ધાંજલિ

આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની જયંતિ છે. સોનિયા ગાંધીએ ઈન્દિરા ગાંધીને દિલ્લીમાં શક્તિ સ્થળ જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની જયંતિ છે. તેમની યાદમાં કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈન્દિરા ગાંધીને દિલ્લીમાં શક્તિ સ્થળ જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓએ પણ ઈન્દિરા ગાંધીને યાદ કર્યા. મોદીએ ટ્વિટ કર્યુ, મે આજે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમનો જન્મ પ્રયાગરાજમાં 19 નવેમ્બર, 1917ના રોજ થયો હતો. તેઓ દેશના ત્રીજા પ્રધાનમંત્રી હતા.

sonia gandhi

મહારાષ્ટ્રના મંત્રી તેમજ એનપીસી લીડર નવાબ મલિકે લખ્યુ, 'ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીએ તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ... તેમના દ્રઢ નેતૃત્વ અને વીરતાને આવનારી પેઢીઓ દ્વારા યાદ કરવામાં આવશે.'

નલગોડાના સાંસદ, ટીપીસીસીના પૂર્વ અધ્યક્ષ ઉત્તમ કુમારે રેડ્ડીએ પૂર્વ પ્રધાનમંત્રીને યાદ કરીને કહ્યુ કે આજે આપણા પ્રિય નેતા સ્વર્ગીય શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની જયંતિ પર અમે તેમને યાદ કર્યા. તેમની નીતિઓએ ભારતને આત્મનિર્ભરતા, આર્થિક સમૃદ્ધિ તરફ અગ્રેસર કર્યા અને કરોડોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. તમને જણાવી દઈએ કે ઉત્તમ કુમાર રેડ્ડી 5 વાર ધારાસભ્ય રહી ચૂક્યાછે. તેઓ ભારતીય વાયુસેનાના મિગ-21 અને મિગ-23 ઉડાડી ચૂક્યા છે. આંધ્ર પ્રદેશમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે.

English summary
Indira Gandhi birth anniversary: Congress president Sonia Gandhi and Prime Minister Modi pays tributes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X