Indus Waters Treaty : શું છે સિંધુ જળ સંધિ? જાણો તેના પર રોક લાગવાથી પાકિસ્તાનને શું અસર થશેે?
Indus Waters Treaty : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ ફરી એક વખત બોર્ડર પારના બદઈરાદા ઉજાગર કર્યા છે.
આ હુમલાની યોજના પાકિસ્તાનમાં તૈયાર થઈ હતી અને હાફિઝ સઈદના નજીકના સાથીદાર સૈફુલ્લાહ કસૂરી દ્વારા પ્લાન કરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ અને 17નાં ઘાયલ થયા છે. હવે ભારત સરકારે કડક પગલા ભરતા સિંધુ જળ સંધિ પર રોક લગાવી છે.
જણાવી દઈએ કે, 1960માં ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ અને પાકિસ્તાનના પ્રમુખ અયૂબ ખાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિ અંતર્ગત છ નદીઓનું પાણી બંને દેશો વચ્ચે વહેંચાયું હતું.
પશ્ચિમી નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેહલમ પર પાકિસ્તાનનો અધિકાર છે, જ્યારે પૂર્વી નદીઓ રાવી, બિયાસ અને સતલુજનો ઉપયોગ ભારત કરે છે. ભારતે અત્યારસુધીમાં આ સંધિનું સન્માન જાળવ્યુ છે. પાકિસ્તાન વારંવાર આતંકી પ્રવૃત્તિઓ માટે જવાબદાર રહી ચૂક્યું હોવા છત્તા ભારતે આ સંધિ તોડી નથી.
આ સંધિ રદ કરવા માટે બંને દેશોની સંમતિ જરૂરી છે, કારણ કે આ સંધિ એકતરફી રીતે તોડવી શક્ય નથી. જો કે, લોકોની માંગને પગલે ભારતને કડક પગલા ભરતા આ પાણી જેવા સંવેદનશીલ વિષય પર કડક વલણ અપનાવ્યુ છે.
વિશ્લેષકો માને છે કે ભારતે સિંધુ નદીનું પાણી રોક્યુ તો પાકિસ્તાનમાં પાણીની ગંભીર કટોકટી ઊભી થઈ શકે છે. આ ગંભીર મુદ્દો હવે માત્ર રાજકીય નહીં પણ રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલો છે.
જણાવી દઈએ કે, વિશ્વ બેંકની લાંબી મધ્યસ્થી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીનો અમલ પહેલા 1 એપ્રિલ 1948ના રોજ ભારતે બે મોટી નહેરોનો પાણી પુરવઠો બંધ કરી દીધો હતો, જેના કારણે પાકિસ્તાની પંજાબની 17 લાખ એકર જમીન તરસી રહી ગઈ હતી.
આવ સંજોગોમાં જો ભારત આજે આ નદીઓનું પાણી અટકાવે તો પાકિસ્તાનમાં અરાજકતા સર્જાશે તે નક્કી છે. જો કે, પાકિસ્તાનને ભારતના આ નિર્ણય સામે વર્લ્ડ બેંકમાં અપીલ કરવાનો અધિકાર રહેશે.
જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે કાશ્મીરમાં ફરી એક વખત સ્થિતી બગડી છે. અહીં પ્રવાસીઓ આવતા જતા સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને મોટી અસર થઈ શકે છે.












Click it and Unblock the Notifications
