For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Instagram Down: એક સપ્તાહમાં બીજી વાર ડાઉન થયુ ઈન્સ્ટાગ્રામ, કલાક બાદ ઠીક થઈ સેવા

સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ મોડી રાતે એક વાર ફરીથી ડાઉન થઈ ગયુ હતુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ મોડી રાતે એક વાર ફરીથી ડાઉન થઈ ગયુ હતુ. ઈન્સ્ટાગ્રામ એક સપ્તાહમાં બીજી વાર ડાઉન થયુ હતુ. રાતે 12 વાગ્યા બાદ લગભગ એક કલાક માટે ઈન્સ્ટાગ્રામ ડાઉન રહ્યુ અને લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ફોટો શેરિંગ પ્લેટફૉર્મ ઈન્સ્ટાગ્રામે શુક્રવારે મોડી રાતે કહ્યુ કે તેણે પોતાની સર્વિસ ઠીક કરી લીધી છે. ઈન્સ્ટાગ્રામે એક ટ્વિટમાં કહ્યુ, 'વસ્તુઓ ઠીક થઈ ગઈ છે અને હવે બધુ સામાન્ય થઈ જવુ જોઈએ. અમારી સાથે જોડાઈ રહેવા માટે આભાર.'

Instagram

સોમવારે મોડી રાતે ફોટો શેરિંગ પ્લેટફૉર્મને મોટા પાયે આઉટેજનો સામનો કર્યા બાદ ઈન્સ્ટાગ્રામ એક સપ્તાહની અંદર ફરીથી ઘણા યુઝર્સ માટે ડાઉન થઈ ગયુ હતુ. ડાઉનડેટેક્ટરે તેજ સ્પાઈક સાથે ઈન્સ્ટાગ્રામના આઉટેજની પુષ્ટિ કરી જ્યાં લગભગ 10,400 યુઝર્સે એપ સાથે સંબંધિત મુદ્દાઓની મુશ્કેલીઓ વિશે જણાવ્યુ. જ્યારે અમુક સર્વર કનેક્શનની મુશ્કેલીઓ વિશે વાત કરી.

ઈન્સ્ટાગ્રામ ડાઉન થયા બાદ યુઝર્સને તેમની ફીડ અપડેટ નહોતી મળી રહી. વારંવાર રિફ્રેશ કર્યા બાદ પણ યુઝર્સ ઈન્સ્ટાગ્રામ ફીડમાં દેખાતા નહોતા. આ સમસ્યા બાદ ઈન્સ્ટાગ્રામે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને કહ્યુ, 'અમને ખબર છે કે તમારામાંથી ઘણા લોકોને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમને આ મુશ્કેલી માટે ખૂબ દુઃખ છે. જેટલુ જલ્દી થઈ શકે અમે તેને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છે.'

ઈન્સ્ટાગ્રામ ડાઉન થયા બાદ ટ્વિટર પર #instagramdownagainનુ હેશટેગ પણ ચાલ્યુ. જે સાથે યુઝર્સે ઘણા મઝાના મીમ્સ પણ શેર કર્યા. જો કે ભારતમાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને ઠીક કામ કરી રહ્યા હતા. પરંતુ અમુક યુઝર્સને પ્લેટફૉર્મ પર ફોટો પોસ્ટ કરવા અને ફીડ લોડ કરવામાં મુશ્કેલી આવી રહી હતી.

English summary
Instagram down: Second outage in a week, photo-sharing platform says issue now fixed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X