• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Tiger Day 2021 - વર્ષ 2010 થી 2021 સુધીની વૈશ્વિક કામગીરી

|
Google Oneindia Gujarati News

International Tiger Day 2021 : વાઘ સંરક્ષણના પ્રયત્નોને પ્રોત્સાહિત કરવા રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ટાઇગર સમિટ એટલે કે, આંતરરાષ્ટ્રીય સમિટમાં વર્ષ 2010માં વિશ્વ વાઘ દિવસ અસ્તિત્વમાં આવ્યો હતો. આ સમિટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે, વાઘની વસ્તી ધરાવતા દેશોની સરકારોએ 2022 સુધીમાં વાઘની વસ્તીને બમણી કરવાની રહેશે.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસનું મહત્વ

વર્ષ 2010 થી દર વર્ષે 29 જુલાઇના રોજ વાઘ અને તેના નિવાસસ્થાનના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે WWF, IFAW, અને સ્મિથસોનિયન સંસ્થા જેવી ઘણી પ્રાણીપ્રેમી સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઇતિહાસ જાણ્યા બાદ તમને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસનું મહત્વ સમજાશે.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2010

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણીની શરૂઆત 2010મા થઇ હતી. ઘણા પ્રેરિત દેશોએ ખાસ કરીને 13 દેશોમાં વાઘ સંરક્ષણ માટે પહેલ કરી હતી. આ 13 દેશોમાં બાંગ્લાદેશ, બર્મા, કંબોડિયા, ચીન, વિયેતનામ, ભૂટાન, રશિયા, ભારત, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા, લાઓસ અને નેપાળનો સમાવેશ થાય છે. આ 13 દેશો Tx2 બનાવવા માટે એક સાથે આવ્યા હતા. એટલે કે 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનું વૈશ્વિક લક્ષ્યાંક નિર્ધાર કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2011

2010માં જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની આ માત્ર શરૂઆત હતી. 11 એશિયન દેશોમાં વાઘના કાર્યક્રમોને બચાવવા માટે WWFના સંરક્ષણવાદીઓ દ્વારા કરવામાં આવેલા કામને પ્રકાશિત કરવાની એક ઉત્તમ તક હતી. વાઘની સુરક્ષા માટે WWના પ્રયત્નો સકારાત્મક પરિણામો દર્શાવે છે. માર્ચ ૨૦૧૧થી કરવામાં આવેલા અધ્યયનોને કારણે વાઘની સંખ્યામાં વધારો નોંધાયો હતો.

ભૂટાનના માનસ નેશનલ પાર્કમાં વાઘની સંખ્યા 25 થઇ હતી. 2006માં (અગાઉના માનસ નેશનલ પાર્ક સહિત) કરવામાં આવેલા સર્વેની તુલનામાં વાઘની વસ્તીમાં લગભગ 25 ટકાનો વધારો થયો હતો.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2012

વાઘ એ દેશના વારસાનો ભાગ હતા, તેથી વાઘોનું સંરક્ષણ આપણી ભાવિ પેઢી માટેની જવાબદારી છે. વાઘ-શ્રેણીના દેશોએ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરીને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2012માં ભાગ લીધો હતો.

જંગલી વાઘની વસ્તીમાં ભારત અગ્રેસર હોવાને કારણે આ પ્રજાતિઓને બચાવવા માટે ભારતે પહેલ કરી હતી. ભારત આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી માટે વાઘ સફારીઓમાં પ્રવાસીઓ ઓછા કરવા માટેની માર્ગદર્શિકા, હવાઇ દેખરેખ, વાઘોના રહેઠાણોની જાળવણી, સ્માર્ટ પેટ્રોલિંગ, વાઘની વસ્તીનું સંરક્ષણ વગેરે પગલાં લીધાં છે.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2013

એશિયાના 13 દેશો વાઘની વસ્તી ઘરાવે છે. જ્યાં જંગલી વાઘના રહેવા માટેનો વિશાળ વિસ્તાર છે. તેમ છતા દુર્ભાગ્યવશ બહુ ઓછા વાઘ (3000 જેટલા) જંગલોમાં છે. હકીકત એ છે કે, આપણે છેલ્લા 100 વર્ષમાં લગભગ 97 ટકા જંગલી વાઘ ગુમાવ્યા છે.

વર્ષ 2013માં ચીનના કુનમિંગમાં, વાઘ-રેંજના 13 દેશોએ ત્રીજા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે 13 દેશોએ વાઘ સંરક્ષણ માટે GTRP (ગ્લોબલ ટાઇગર રિકવરી પ્રોગ્રામ)ના અમલીકરણના નવા તબક્કાને શરૂ કર્યો હતો.

International Tiger Day 2021

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2014

વર્ષ 2014માં જર્મન ડેવલપમેન્ટ બેંક KfW સાથે ભાગીદારીમાં IUCNએ જર્મન સરકારના સમર્થનથી ઇન્ટિગ્રેટેડ ટાઇગર આવાસ સંરક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત વાઘ અને તેના શિકારની વસતી પર નજર રાખવા, તેમના નિવાસસ્થાનને સુરક્ષિત રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વાઘ વસ્તીવાળા દેશો તેમના વાઘ સંરક્ષણ પ્રોજેક્ટ્સમાં સુધારો કરી રહ્યા હતા. આ દેશો વાઘની સંખ્યાને બમણી કરવા માટે Tx2 લક્ષ્યને સમર્પિત હતા. ભારત વિશ્વની લગભગ 60 ટકા જંગલી વાઘની વસ્તી માટેનું એક ઘર છે. ભારતમાં વાઘની વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો હતો. વર્ષ 2006માં ભારતમાં વાઘની સંખ્યા 1,411 હતી, જે 2010માં વધીને 1,706 થઈ હતી. જે બાદ વર્ષ 2014માં ભારતમાં વાઘની સંખ્યા 2,226 થઇ હતી.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2015

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવામાં આવતું આ સતત 5મું વર્ષ હતું. 2015માં WWF-ઇન્ડિયાની આગેવાનીમાં વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ સાથે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. WWF-ઇન્ડિયાએ વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સ્થાનિક સમુદાયો અને બાળકોને પ્લેટફોર્મ તરીકે પસંદ કર્યા હતા. આ દિવસ નિમિત્તે અનેક ડ્રોઇંગ અને ક્વિઝ સ્પર્ધાઓ, સ્કિટ, નૃત્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

29મી જુલાઈ, 2015ના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણીના ભાગરૂપે વાલ્મિકી ટાઇગર રિઝર્વ નજીક મદનપુર રેન્જ પર 10 સ્કૂલના 600 વિદ્યાર્થીઓ દ્વારા વાઘના માસ્ક પહેંરીને મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2016

વર્ષ 2016એ મહત્વાકાંક્ષી Tx2 લક્ષ્યાંકની અર્ધી સફરનું વર્ષ હતું. આ વર્ષ ઉજવવા માટે એકદમ રોમાંચક અને સૌથી વધુ યુનાઇટેડ રહ્યું હતું. અનેક સંસ્થાઓ, સરકાર, અધિકારીઓ, WWF ઓફિસ, હસ્તીઓ અને સમગ્ર વિશ્વના લોકો "થમ્બ્સ અપ ફોર ટાઇગર્સ કેમ્પેઇન"ને સમર્થન આપવા આગળ આવ્યા હતા.

આ અભિયાનને વિશ્વવ્યાપી સમર્થન મળ્યું હતું. જે વાઘની વસ્તી ધરાવતા દેશોને વાઘ સંરક્ષણ માટે કરેલા પ્રયત્નોની પ્રશંસા કરવા અને Tx2 લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાની વૈશ્વિક એકતા સૂચવે છે.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2017

7મા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી પર સેલિબ્રટી મેગન ફોક્સ અને ઝાચેરી ક્વિંટોએ સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ લાવવામાં ભાગ લીધો હતો. તેમને સોશિયલ મીડિયા પર પોતાનો પ્રોફાઇલ ફોટો બદલીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે જંગલી વાઘની દુર્દશા જણાવવા માટે બનેલી 3980tigers.com પર બનાવેલી વાઘની સેલ્ફી પોસ્ટ કરી હતી.

આ વર્ષે WWF અને ટાઇગર બીઅરની ભાગીદારીથી #3890tigers કેમ્પેઇનની શરૂકરવામાં આવ્યું હતું. WWFએ ભારત અને ભૂટાનમાં જંગલી વાઘ માટે આશરે એક મિલિયન એકર સંરક્ષિત રહેઠાણ બચાવવા માટે ભંડોળ ઉભું કરવા માટે ડિસ્કવરી સાથે ભાગીદારી પણ વર્ષ 2017માં કરી હતી.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી માટે હેઇડી ક્લમ, ફ્રિડા પિન્ટો, લિયોનાર્ડો ડી કેપ્રિયો, એડ્રિયાના લિમા, એલેન ડીજિનિયર્સ અને માર્ક હેમિલ જેવી ઘણી હસ્તીઓએ પણ પ્રોજેકટ CAT (કન્ઝર્વેટીંગ એકર્સ ફોર ટાઇગર)માં સહયોગ અને સમર્થન આપવા માટે આગળ આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2018

WWFએ 2016માં ખુશખબર જાહેર કરતાં જણાવ્યું હતું કે, જંગલી વાઘની વસ્તી 3,900 થઈ ગઈ છે. ભારતમાં દર ચાર વર્ષે વાઘની વસ્તીનો અંદાજ કાઢવા માટે વાઘની વસ્તી ગણતરી કરવાની યોજના બનાવી હતી. જે મુજબ 2006, 2010 અને 2014માં વાઘની વસ્તી ગણતરી કરવામાં આવી હતી.

વાઘની ગણતરી માટે 2018માં હાથ ધરવામાં આવેલા અખિલ ભારતીય ટાઇગર અંદાજનું પરિણામ એકદમ પ્રભાવશાળી રહ્યું હતું. આ સંખ્યા 2014માં 2,226થી વધીને 2018માં 2,967 થઈ ગઈ હતી.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2019

"તેમનું સર્વાઇવલ આપણા હાથમાં છે."ની થીમ હેઠળ 29 જુલાઇના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવ્યો હતો. એક સમય એવો હતો જ્યારે પૃથ્વી પર 100,000થી વધુ વાઘ ફરતા હતા, પરંતુ હવે આપણે અકલ્પનીય પ્રજાતિઓના અસ્તિત્વને બચાવવા માટે સંરક્ષણ કાર્યક્રમો ચલાવવા પડશે.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2019ના રોજ વાઇલ્ડકેટ્સ કન્સર્વેઝન એલાયન્સ વિશ્વને 'સાચું કાર્ય કરો' સંબોધન કરે છે. આ સંગઠનમાં તેમના યોગદાનનું દાન કરે છે. વાઇલ્ડ લાઇફ ગુનાઓ, તાલીમ અને શિકાર વિરોધી એકમો વગેરેને અટકાવવા માટે વાઘ સંરક્ષણ પ્રોજેક્ટ્સ માટે દાન સંપૂર્ણપણે મળતા થઇ ગયા હતા.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2020

વિશ્વ વાઘ દિવસ દર વર્ષે 29 જુલાઈએ વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. "તેમનું સર્વાઇવલ આપણા હાથમાં છે" સૂત્ર સાથે વર્લ્ડ ટાઇગર ડે 2020ની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, કોરોના સંક્રમણને કારણે કારણે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2020ની ઉજવણી ઓનલાઈન કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2020ને સમગ્ર વિશ્વમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો.

ભારતમાં વૈશ્વિક વાઘની વસ્તીના લગભગ 70 ટકા વાઘ વસવાટ કરે છે, તેથી દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલા ટાઇગર કોન્ફરન્સમાં નિર્ધારિત 2022ના લક્ષ્યાંક માટે ભારતે વાઘની વસ્તીને બમણી કરી દીધી છે.

ગત વર્ષે ભારતીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટર પર એક ટૂંકી વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "પ્રોજેક્ટ ટાઇગર"ની શરૂઆત 1973માં કરવામાં આવી હતી, જેમાં ફક્ત 9 ટાઇગર રિઝર્વ હતા જે આજે 50 ટાઇગર રિઝર્વમાં 2,967 વાઘ છે.

બાંગ્લાદેશ વન વિભાગ ગત વર્ષે એક પ્રોજેક્ટ "ટાઇગર કન્સર્વેઝન" લઈને આવ્યું છે, જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો તે 2021થી અમલી બનશે. બાંગ્લાદેશના મુખ્ય વન સંરક્ષક અમીર હુસેન ચૌધરીએ જણાવ્યું હતું કે, 3 વર્ષના પ્રોજેક્ટની પ્રારંભિક કિંમત 48 કરોડ થશે.

WWF-મલેશિયા અને may બેંકે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2020 થી મેર્ડેકા ડે 2020 (31 ઓગસ્ટ) સુધી મલયના વાઘને સપોર્ટ કરવા માટે એક મહિનાની ઉજવણી કરી હતી. 30મી ઓગસ્ટ 2020ના રોજ, WWF-મલેશિયા અને may બેંક દ્વારા જીવંત વર્ચ્યુઅલ "રોર ફોર લાઇફ વર્ચ્યુઅલ કોન્સર્ટ"નું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘની વસ્તી ધરાવતા 13 દેશોના અલગ અલગ ભાગમાં ઘણા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આતરરાંષ્ટ્રીય વાઘ દિવસ 2021

આતરરાંષ્ટ્રીય વાઘ દિવસ એ વાર્ષિક ઉજવણીનો દિવસ છે, જે વિશ્વભરમાં વાઘની રક્ષા કરે છે. વાઘની શ્રેણી ધરાવતા 13 દેશો વાઘની પ્રજાતિના સંરક્ષણ માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. દર વર્ષે 29 જુલાઈના રોજ આ દેશો આતરરાંષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2021ની ઇવેન્ટ્સ

WWF દ્વારા પ્રકાશિત પ્રેસ નોટ મુજબ જંગલી વાઘને બચાવવા માટે અમેરિકા સેનેટમાં બિગ કેટ પબ્લિક સેફ્ટી એક્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ કાયદા પાછળનો હેતુ અન્ય દેશોને અમારી મોટી જંગલી બિલાડીઓના ગેરકાયદેસર વેપાર સામે કડક નિયમો રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રેસ નોટ 20 એપ્રિલ, 2021ના રોજ પ્રકાશિત થઇ હતી. આ વાઘને લુપ્ત થવાથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

થાઇલેન્ડમાં નવા વાઘો જોવા મળ્યા છે, જે સાબિત કરે છે કે, આપણા સંરક્ષણ પ્રયત્નો કાર્યરત છે. 17મી મે, 2021ના રોજ પ્રકાશિત થયેલી એક પ્રેસ નોટ મુજબ માઇ વોંગ નેશનલ પાર્કને નવી વાઘણ મળી છે, જે હુઆ ખા ખાંગ વન્યપ્રાણી અભયારણ્યમાંથી સ્થળાંતરિત થઈ હતી. આ સૂચવે છે કે, મે વોંગ જૈવવિવિધતામાં વાઘનો વસવાટ શક્ય છે. જે ટૂંક સમયમાં વાઘને બચાવવા માટેનું સ્થળ બની શકે છે.

WWF, IFAW અને સ્મિથસોનીયન સંસ્થા જેવી ઘણી લોકપ્રિય પ્રાણી સંસ્થાઓ આ વૈશ્વિક ઉજવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમાં જોડાવવા માટે #WorldTigerDay અથવા #InternationalTigerDayનો ઉપયોગ કરીને ટ્વિટર દ્વારા પણ આ ઇવેન્ટનો ભાગ બની શકો છો.

WWF ભારત દ્વારા 18 જાન્યુઆરી, 2021ના રોજ બે વાઘને કાર્બેટ નેશનલ પાર્કથી રાજાજી નેશનલ પાર્ક, દહેરાદૂન ખસેડવામાં આવ્યા છે. ઉત્તરાખંડ વન વિભાગ અને રાષ્ટ્રીય ટાઇગર કન્સર્વેઝન ઓથોરિટી દ્વારા પ્રજાતિઓના સંરક્ષણ માટે ટાઇગર રિઝર્વની રચના કરવા માટે આ કામગીરી કરવામાં આવી હતી. આ ટ્રાંસલોક્શનથી તેરાઇ આર્ક લેન્ડસ્કેપમાં આપણી વાઘના સંરક્ષણમાં નવી આશા મળશે.

CBCGDF_ચીને #endangeredtigers હેશટેગ દ્વારા લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ ઉઠાવ્યો હતો અને વિશ્વને #ThumbsUpForTiger સાથે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણીમાં જોડાવા જણાવ્યું હતું.

આ ઉપરાંત વિવિધ દેશોના WWF દ્વારા વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવા અને વાઘની વસ્તી વધારવાના લક્ષ્યોને પૂરા કરવા માટે માનવ આવશ્યકતાઓ માટે ગેરકાયદેસર વેપાર અને વાઘના શરિરમાંથી બનેલી વસ્તુના ઉપયોગ સામે કડક પગલાં લઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ આપણે કેવી રીતે ઉજવી શકીએ?

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ એ વૈશ્વિક દિવસ છે, જે દર વર્ષે વાઘ સંરક્ષણ માટે ઉજવવામાં આવે છે. આ દિવસ માટે પોતાનું સમર્થન બતાવવા માટે વિશ્વભરના લોકો વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તમે ઉજવણીનો ભાગ પણ બની શકો છો. આ કાર્યક્રમોની ઉજવણી કરવા માટેના કેટલાક આઇડિયા છે.

તમે પોતાના નિવાસસ્થાનમાં વાઘના જીવનનો અનુભવ કરવા માટે જંગલ સફારીનું આયોજન કરી શકો છો. તમે તમારા બાળકો સાથે પ્રાણી સંગ્રહાલયની સફરનું આયોજન પણ કરી શકો છો, જેથી તેમને વાઘના સંરક્ષણનું મહત્વ સમજી શકે. શું તમે ફિઝિકલી વાઘને શોધી શકશો નહીં! કોઈ ચિંતા નહી. સ્ક્રિનવાળા વાઘને તમે ક્વોલિટી ટાઇમ આપી શકો છો. વાઘ પર આધારિત ઘણા મૂવીઝ છે જે જોઇ શકાય છે. જેમાંનું એક છે લાઇફ ઓફ પાઇ

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવાનું કારણ

વાઘ હંમેશાં આપણા બાળપણની વાર્તાઓનું પ્રિય પાત્ર રહ્યું છે. વાળ હિંમતનું પ્રતીક છે જે આપણને હિંમત સાથે વિશ્વ માટે સ્પર્ધા કરવા પ્રેરે છે. જો વાઘની વસ્તી સતત ઘટી રહી તો બાળકો માટે વાઘ જોવાનું એકમાત્ર માધ્યમ પુસ્તકો, સામયિકો અથવા ડિજિટલ મોડ્સ વગેરે રહેશે, આપણી આવનારી પેઢી પ્રાણી સામ્રાજ્યના જાજરમાન પ્રાણી એવા વાઘને જોઈ શકશે નહીં. આપણે આ અદ્ભુત પ્રજાતિના સંરક્ષણ માટે વિશ્વ વાઘ દિવસનું સમર્થન આપવા માટે એક સાથે જોડવું જોઈએ.

English summary
The tiger is a royal and majestic animal. Tigers play an important role in maintaining the health and diversity of the ecosystem. The tiger is a high-class predator that comes at the top of the nutrition chain. Tigers play an important role in maintaining the forest's herbivorous population, thus maintaining the balance of plant-based animals and plants. Habitat decline due to deforestation, hunting, illegal trade in tiger body parts are the main factors behind the decline in tiger population.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X