For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બોલ્યા પીએમ મોદી - યોગ આખા બ્રહ્માંડમાં શાંતિ લાવે છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના મૈસૂર પેલેસ મેદાનમાં પહોંચ્યા છે. જાણો તેમણે શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

મૈસૂરઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના મૈસૂર પેલેસ મેદાનમાં પહોંચ્યા છે. યોગ દિવસ નિમિત્તે લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશ અને વિશ્વના તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ. આજે યોગ દિવસના અવસરે હું કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની મૈસુર, આધ્યાત્મિકતા અને યોગની ભૂમિને સલામ કરું છું. આજે, યોગ એ વૈશ્વિક સહયોગનો અધિકૃત આધાર બની રહ્યો છે, જે મનુષ્યને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપે છે. યોગની જે તસવીરો થોડા વર્ષો પહેલા ઘરોમાં, આધ્યાત્મિક કેન્દ્રોમાં જોવા મળતી હતી તે હવે દુનિયાના ખૂણે ખૂણેથી આવી રહી છે.

PM modi

છેલ્લા બે વર્ષમાં જ્યારે વિશ્વએ કોરોનાનો સામનો કર્યો હતો ત્યારે આ સંજોગોમાં યોગે મહત્વની ભૂમિકા ભજવી છે. યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે, યોગ માત્ર એક વ્યક્તિ માટે જ નહિ પરંતુ સમગ્ર માનવતા માટે છે. તેથી આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ માનવતા માટે યોગ છે. યોગના આ સંદેશને સમગ્ર માનવતા સુધી પહોંચાડવા માટે હું યુએન અને તમામ દેશોને અભિનંદન આપુ છુ. યોગ માટે આપણા ઋષિઓ, મહર્ષિઓએ કહ્યુ છે કે યોગ પૃથ્વી પર શાંતિ લાવે છે. યોગ સમાજમાં શાંતિ લાવે છે, આપણા દેશ અને વિશ્વમાં શાંતિ લાવે છે. યોગ બ્રહ્માંડમાં શાંતિ લાવે છે.

પીએમ મોદીએ કહ્યુ કે વિશ્વના લોકો માટે યોગ આજે જીવનનો એક ભાગ નથી પરંતુ યોગ હવે જીવનનો માર્ગ બની રહ્યો છે. યોગ આપણી અંદર શાંતિ લાવે છે, યોગથી માત્ર વ્યક્તિમાં જ શાંતિ નથી આવતી પરંતુ તે સમાજમાં શાંતિ લાવે છે, યોગ દેશ અને વિશ્વમાં શાંતિ લાવે છે. યોગ બ્રહ્માંડમાં શાંતિ લાવે છે. આ સમગ્ર બ્રહ્માંડ આપણા શરીર અને આત્માથી શરૂ થાય છે, બ્રહ્માંડ આપણાથી શરૂ થાય છે. યોગ આપણને જાગૃત બનાવે છે અને આપણામાં જાગૃતિ લાવે છે.

આજે દેશના 75 અલગ-અલગ શહેરોમાં 75 ઐતિહાસિક સ્થળો તેમજ અન્ય શહેરોના ઐતિહાસિક સ્થળોએ યોગ કરી રહ્યા છે. જે ઐતિહાસિક સ્થળો એ ભારતના ઈતિહાસના સાક્ષી હતા, જે સ્થાનો સાંસ્કૃતિક ઉર્જાનું કેન્દ્ર હતા તે આજે યોગ દિવસ દ્વારા એક સાથે જોડાઈ રહ્યા છે. આ મૈસુર પેલેસનુ પણ વિશેષ મહત્વ છે. ભારતના ઐતિહાસિક સ્થળો પર સામૂહિક યોગનો અનુભવ ભારતની વિવિધતાને એક કરવા જેવો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ વખતે યોગની ગાર્ડિયન રીંગનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ થઈ રહ્યો છે. વિવિધ દેશોમાં સૂર્યોદયની સાથે સૂર્યની અવરજવરથી લોકો યોગમાં જોડાઈ રહ્યા છે. સૂર્યના પ્રથમ કિરણની સાથે જ વિવિધ દેશો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે.

English summary
International Yoga Day: PM Narendra Modi says Yoga brings peace in universe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X