For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલ ક્રોમ પર થઈ શકે છે હેકર્સનો એટેક, એજન્સીએ જારી કરી એલર્ટ

કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પૉન્સ ટીમ ઑફ ઈન્ડિયા(સીઈઆરટી-ઈન)એ ઈન્ટરેટ ઉપયોગકર્તાઓને ગૂગલ ક્રોમ એક્સટેન્સન ઈનસ્ટૉલ કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપી છે.

|
Google Oneindia Gujarati News

કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પૉન્સ ટીમ ઑફ ઈન્ડિયા(સીઈઆરટી-ઈન)એ ઈન્ટરેટ ઉપયોગકર્તાઓને ગૂગલ ક્રોમ એક્સટેન્સન ઈનસ્ટૉલ કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપી છે. કંપનીએ કહ્યુ કે સંવેદનશીલ ઉપયોગકર્તા ડેટા એકત્ર કર્યા બાદ તેમણે 100થી વધુ ખોટા એક્સટેન્શન કાઢી દીધા છે. સીઈઆરટી-ઈને એ પણ કહ્યુ કે તેણે ગૂગલ ક્રોમના વેબ સ્ટોર સુરક્ષા સ્કેનને બાયપાસ કરનાર એક્સટેન્શન કોડ મળ્યા છે.

chrome

સીઈઆરટી-ઈન ઈલેક્ટ્રોનિક્સ અને પ્રૌદ્યોગિતી મંત્રાલય હેઠળ આવે છે અને સાઈબર સુરક્ષા ખતરા સાથે સંબંધિત છે. એજન્સીએ કહ્યુ કે એક્સટેન્શમાં સ્ક્રીનશૉટ લેવાની ક્ષમતા હતી, ક્લિપબોર્ડ વાંચવા, ઑથેંટિફિકેશન કુકીઝને કાપવા કે પાસવર્ડ અને અને ગોપનીય માહિતી વાંચવા કે ઉપયોગ કરવાની ક્ષમતા હતી. એજન્સીએ ઈન્ટરનેટ ઉપયોગકર્તાઓને ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર યુઝર્સને સાવધાથી અને ખૂબ જ જરૂરી હોવા પર જ એક્સટેન્શન ઈન્સ્ટૉલ કરવાની સલાહ આપવામાં આવી છે. એજન્સીએ આ ઉપરાંત જે એક્સટેન્શનનો ઉપયોગ તમે ન કરતા હોય તેને પણ તાત્કાલિક ડિલીટ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત કોઈ નવુ એક્સટેન્શન ઈન્સ્ટૉલ કરતી વખતે યુઝર રિવ્યુ પણ જરૂર વાંચી લો અને અનવેરિફાય્ડ સોર્સથી ક્રોમ એક્સટેન્શન ડાઉનલોડ ન કરવુ કારણકે નાનકડી બેદરકારીના કારણે આમ કરવાથી પર્સનલથી લઈને બેંકિંગ ડેટા સુધી બધુ ચોરીનુ કારણ બની શકે છે.

ઈન્ટરનેટ યુઝર્સને એલર્ટ કરીને ભારત સરકારની એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ તરફથી એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે, 'આ એક્સટેન્શનને યુઝર્સના વેબ સર્ચ રિઝલ્ટ્સ સારા કરવા, ફાઈલ્સને એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં કરવા જેવા ફિચર્સ આપવામાં આવી રહ્યા હતા અને અમુક એક્સટેન્શન સિક્યોરિટી સ્કેનર્સની જેમ કામ કરી રહ્યા હતા. સામે આવ્યુ છે કે આ એક્સટેન્શનમાં એવા કોડ્ઝ શામેલ હતા જેમની મદદથી ક્રોમ વેબ સ્ટોરના સિક્યોરિટી સ્કેન્સથી તેને છૂપાવી શકાય.' આ પહેલા એજન્સીએ જણાવ્યુ હતુ કે એક સ્પાઈવેરની મદદથી યુઝર્સ પર એટેક કરવામાં આવ્યો હતો અને આને માર્કેટ લીડિંગ ક્રોમ એક્સટેન્શનની મદદથી ક્રોમ બ્રાઉઝરમાં ઈન્સ્ટૉલ કરવામાં આવ્યુ હતુ. 3.2 કરોડથી વધુ યુઝર્સે તેને ડાઉનલોડ કર્યુ હતુ. અવેક સિક્યોરિટીના રિસર્ચર્સે આ વિશે શોધ્યુ અને આ અંગેની માહિતી શેર કરી છે.

દિલ્લીમાં કોરોના પર કેન્દ્રનુ અનુમાન ખોટુઃ સીએમ અરવિંદ કેજરીવાલદિલ્લીમાં કોરોના પર કેન્દ્રનુ અનુમાન ખોટુઃ સીએમ અરવિંદ કેજરીવાલ

English summary
Internet users are cautioned while installing Google Chrome extensions, Know the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X