For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: સીબીઆઈએ ચિદમ્બરમના 5 દિવસના રિમાન્ડની માંગ કરી

આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમની બુધવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી

|
Google Oneindia Gujarati News

આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમની બુધવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી, 31 કલાકના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ સીબીઆઈએ ચિદમ્બરમની દિલ્હીના જોરબાગના ઘરેથી ધરપકડ કરી હતી. પી ચિદમ્બરમની બુધવારે રાત્રે ધરપકડ બાદ સીબીઆઈ હેડક્વાર્ટરમાં લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ગુરુવારે સીબીઆઈ તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે. ચિદમ્બરમ દ્વારા આજે જામીન અરજી કરવામાં આવશે.

p chidambaram

આ પણ વાંચો: જે CBI બિલ્ડીંગનું પી ચિદમ્બરમે કર્યુ હતુ ઉદઘાટન, તેમાં જ રાત પસાર કરવી પડી

Newest First Oldest First
5:28 PM, 22 Aug

આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ કોર્ટે પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમના પાંચ દિવસના રિમાન્ડ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
5:27 PM, 22 Aug

સિંઘવીએ કહ્યું, ચિદમ્બરમના ભાગી જવાનો કોઈ ભય નથી. ગોળગોળ જવાબોના આધારે સીબીઆઈ કેવી રીતે રિમાન્ડની માંગ કરી શકે છે તે કાયદો નથી
4:45 PM, 22 Aug

સિંઘવીએ કહ્યું કે એજન્સીએ તેમને એકવાર ફોન કર્યો અને તેઓ ગયા, તેમાં અસહકારની વાત શું છે
4:14 PM, 22 Aug

કોર્ટે ચિદમ્બરમ તરફથી દલીલ આપી રહેલ કપિલ સિબ્બલે કહ્યું કે આ મામલામાં આરોપી કાર્તિ ચિદમ્બરમ છે જેમણે માર્ચ 2018માં દિલ્હી હાઈકોર્ટે નિયમિત જામીન આપ્યા હતા, સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં ન આવ્યો. અન્ય આરોપીઓને પણ જામીન મળી ગયા હતા.
4:13 PM, 22 Aug

એસજી તુષાર મેહતાએ કહ્યું કે આ મની લોન્ડ્રિંગનો મામલો છે, અમે પ્રી ચાર્જશીટ સ્ટેજ પર છીએ પરંતુ ચિદમ્બરમ સહયોગ નથી આપી રહ્યા.
4:12 PM, 22 Aug

કોર્ટમાં સીબીઆઈ તરફથી જણાવવામાં આવ્યું કે 5 મિલિયન ડૉલર કાર્તિ ચિદમ્બરમ સાથે જોડાયેલ કંપનીઓને આપવામાં આવ્યા, સીબીઆઈએ આરોપ લગાવ્યો કે ચિદમ્બરમે પદનો દુરુપયોગ કર્યો.
4:07 PM, 22 Aug

પી ચિદમ્બરમની અદાલતમાં હાજર રહેતાં કપિલ સિબ્બલે કહ્યું કે આ કેસમાં આરોપી કાર્તિ ચિદમ્બરમ છે જેમને માર્ચ 2018 માં દિલ્હી હાઈકોર્ટે નિયમિત જામીન આપ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો નથી. અન્ય આરોપીઓને પણ જામીન મળી ગયા છે
4:04 PM, 22 Aug

એસજી તુષાર મહેતાએ કહ્યું કે, આ મની લોન્ડરિંગનો મામલો છે, અમે પ્રિ ચાર્જશીટ સ્ટેજ પર છીએ પરંતુ ચિદમ્બરમ સહકાર આપી રહ્યા નથી
3:45 PM, 22 Aug

આઈએનએક્સ મીડિયા કેસમાં કોર્ટે સુનાવણી શરૂ, સીબીઆઈએ ચિદમ્બરમના 5 દિવસના રિમાન્ડ માંગ્યા
3:44 PM, 22 Aug

ચિદમ્બરમને લઈને સીબીઆઈની ટીમ કોર્ટમાં પહોંચી, કોર્ટની બહાર ભારે ભીડ, ચિદમ્બરમના વકીલ કોર્ટમાં હાજર
12:13 PM, 22 Aug

દેશની બગડતી અર્થવ્યવસ્થાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ચિદમ્બરમની ધરપકડ કરાવી રહી છે: કોંગ્રેસ
12:12 PM, 22 Aug

ભાજપનો પ્રચાર મશીન કેટલાક કઠપૂતળી ન્યુઝ ચેનલો સાથે સહયોગ કરીને બનાવટી સમાચાર અને સ્પષ્ટ જૂઠ્ઠાણામાં કામ કરે છે. હકીકતો તેના દાવાને ટેકો આપતા નથી: કોંગ્રેસ
10:40 AM, 22 Aug

કાર્તિએ કહ્યું- હું ક્યારેય પીટર મુખર્જીને મળ્યો નહોતો, હું ક્યારેય મારા જીવનમાં ઈન્દ્રાણી મુખર્જીને મળ્યો ન હતો
10:39 AM, 22 Aug

કપિલ સિબ્બલના ઘરે ચાલી રહી વકીલોની મોટી બેઠક, અભિષેક મનુ સિંઘવી અને સલમાન ખુર્શીદ પણ હાજર છે
10:21 AM, 22 Aug

કાર્તિ ચિદમ્બરમ દિલ્હી પહોંચ્યા, કહ્યું - જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરશે
10:20 AM, 22 Aug

સલમાન ખુર્શીદે કહ્યું - કાયદાથી ભાગવાનો કોઈ સવાલ જ નહોતો, સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરવાનું છે, ત્યાં સુધી તેઓ રાહ જોઇ શકતા હતા
10:20 AM, 22 Aug

કાર્તિ ચિદમ્બરમે કહ્યું - આ બધું આર્કીટલ 370 થી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યું છે
10:19 AM, 22 Aug

કાર્તિ ચિદમ્બરમ ચેન્નઈથી દિલ્હી જવા રવાના થયા છે, પી ચિદમ્બરમને ગઈરાત્રે ધરપકડ કરવામાં આવી હતી
10:18 AM, 22 Aug

ચિદમ્બરની ધરપકડ થયા બાદ તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે સીબીઆઈની આ કાર્યવાહીને બદલાનું રાજકારણ ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે આ કાર્યવાહી બીજાનો આદેશ માનનાર સીબીઆઈએ દૂર્ભાવનાપૂર્ણ રીતે કરી છે. આ કાર્યવાહી પાછળનો ઉદ્દેશ્ય માત્ર રાજકીય બદલો લેવાનો હતો.
10:18 AM, 22 Aug

પી ચિદમ્બરમે બુધવારે રાતે કોંગ્રેસ કાર્યાલય પહોંચીને પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા. તેમણે કહ્યુ કે મને અને મારા પુત્રને ફસાવવામાં આવી રહ્યો છે. મારુ નામ એફઆઈઆરમાં નોંધેલુ નથી. ચિદમ્બરમે આગળ કહ્યુ કે છેલ્લા 24 કલાકમાં તેમના વિશે ઘણા ભ્રમ ફેલાવવામાં આવ્યા છે.
10:17 AM, 22 Aug

ચિદમ્બરમ તરફથી આજે જ જામીન અરજી દાખલ કરવામાં આવશે. વળી, સીબીઆઈ ચિદમ્બરમના 14 દિવસના રિમાન્ડની માંગ અદાલતને કરી શકે છે.
10:17 AM, 22 Aug

નાટકીય ઢંગે પૂર્વ ગૃહમંત્રી અને નાણામંત્રી પી ચિદમ્બરમની તેમના ઘરેથી ધરપકડ કરી લીધી છે. ચિદમ્બરની ધરપકડ કર્યા બાદ સીબીઆઈએ તેમને સીબીઆઈ મુખ્યાલય લઈને ગઈ જ્યાં ડૉક્ટરોએ તેમનુ મેડીકલ કર્યુ અને આખી રાત ચિદમ્બરને અહીં સીબીઆઈ મુખ્યાલયમાં પસાર કરવી પડી.

English summary
INX media case: p chidambaram arrested live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X