For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો CBIના અધિકારી વિશે જેણે દીવાલ કૂદીને ચિદમ્બરમની ધરપકડ કરી

બુધવારની રાતે બાકીના દિવસોની જેમ દિલ્હી પોલીસના જવાો પૂર્વ નાણા પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમના દિલ્હીમાં જોરબાગ સ્થિત ઘરની બહાર તૈનાત હતા.

|
Google Oneindia Gujarati News

બુધવારની રાતે બાકીના દિવસોની જેમ દિલ્હી પોલીસના જવાો પૂર્વ નાણા પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમના દિલ્હીમાં જોરબાગ સ્થિત ઘરની બહાર તૈનાત હતા. મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો અને આખું ઘર કિલ્લામાં બદલાઈ ચૂક્યુ હતું ત્યારે અચાનક જ CBIની બે ટીમ એક અધિકારી સાથે ચૂપચાપ ઘરની દીવાલ કૂદીને અંદર ઘૂસી અને આગળ જવાનો રસ્તો કર્યો. થોડક અવાજ થયો અને લગભગ અડધા કલાક બાદ સીબીઆઈના આ અધિકારી પી. ચિદમ્બમરમને સાથે લઈ ઘરની બહાર આવ્યા અને સીબીઆઈ હેડ ક્વાર્ટર લઈ જવા રવાના થયા. સીબીઆઈના આ અધિકારીનું નામ છે આર. પાર્થસારથી, જેઓ INX મીડિયા કેસની તપાસ કરી રહ્યા છે.

ડે.એસપીના પદ પર છે આર. પાર્થસારથી

ડે.એસપીના પદ પર છે આર. પાર્થસારથી

લાઈવમિન્ટના અહેવાલ પ્રમાણે લગભગ 2 વર્ષ પહેલા 2017માં CBIએ INX મીડિયાના કેસમાં જ્યારે પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ સામે પહેલી ફરિયાદ નોંધી ત્યારે તપાસ સીબીઆઈના ડે. એસપીના પદ પર તૈનાત આર. પાર્થસારથીને સોંપાઈ હતી. ત્યારથી બરાબર 1 વર્ષ બાદ એપ્રિલ 2018માં પાર્થસારથી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ કોમ્પલેક્સમાં કાર્તિ ચિદમ્બરમ સાથે બેઠા હતા, જ્યાંથી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે કાર્તિને પહેલા સીબીઆઈની કસ્ટડી અને પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.

પાર્થસારથી વિશે શું કહે છે પૂર્વ અધિકારીઓ

પાર્થસારથી વિશે શું કહે છે પૂર્વ અધિકારીઓ

આર. પાર્થસારથીએ INX મીડિયાના હાીપ્રોફાઈલ કેસમાં ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ વિરુદ્ધ સતત તપાસ ચાલુ રાખી. સીબાીમાં કામ કરી ચૂકેલા પૂર્વ અધિકારીોનું કહેવું છે કે પાર્થસારથી એવા અધિકારી છે, જે ચૂપ રહીને પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે કામ કેર છે. તમને જણાવી દઈએ કે પી. ચિદમ્બમરમની ધરપકડ કરીને તેમને સીબીઆઈ હેડ ઓફિસ લવાયા હતા, જ્યાં તેમને લોકઅપ નંબર 5માં રાખવામાં આવ્યા. આ લોકઅપ પર સીબીઆઈઆ બે અધિકારીઓ 24 કલાક નજર રાખે છે. આ ઉપરાંત તેમાં CCTV પણ છે. આ સીીટીવીની ફીડ સીબીઆઈ હેડઓફિસના ગ્રાઉન્ડ ફ્લોર પરના કંટ્રોલરૂમમાં જોઈ શકાય છે.

સીબીઆઈ હેડ ઓફિસમાં ખૂબ જ શાંત હતા ચિદમ્બરમ

સીબીઆઈ હેડ ઓફિસમાં ખૂબ જ શાંત હતા ચિદમ્બરમ

ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમામે સીબીઆઈ હેડ ઓફિસમાં લવાયા બાદ ચિદમ્બરમ ચૂપ રહ્યા અને તેમને સીબીઆઈના અધિકારીઓ તેમજ મેડિકલ ચેકઅપ કરનાર ડોક્ટરો સાથે માંડ વાત કરી. ચિદમ્બરમનું મેડિકલ કરાવવા માટે તેમને ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઈ જવા કહેવાયું, પરંતુ તેમણે ના પાડી દીધી. બાદમાં ડોક્ટરોની એક ટીમે CBI ઓફિસ પહોંચીને તેમનું મેડિકલ ચેકઅપ કર્યું. ડોક્ટરોએ તેમને પૂછ્યું કે શું તેમને કોઈ બીમારી છે, કે તેઓ કોઈ દવા લઈ રહ્યા છે ? બાદમાં ડોક્ટરોએ તેમના બ્લડપ્રેશર અને નસની તપાસ કરી. આ દરમિયાન પણ તે ચૂપ રહ્યા.

આગામી જામીન અરજી ફગાવાઈ

આગામી જામીન અરજી ફગાવાઈ

ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટ મંગળવારે INX મીડિયા કેસમાં ચિદમ્બરમની આગામી જામીન અરજી ફગાવી ચૂકી છે. દિલ્હી હાઈકોર્ટના જજે કહ્યું હતું કે આ કેસના તથ્યો જોતા લાગે છે કે અરજી કરનાર જ મુખ્ય ષડયંત્રકાર છે. ચિદમ્બરમની અરજી ફગાવ્યા બાદ જસ્ટિસ સુનીલ ગોડે આ કેસને મની લોન્ડરિંગનો ક્લાસિક કેસ ગણાવતા કહ્યું હતું , આરોપીને જામીન આપ્યા તો સમાજમાં ખોટો સંદેશ જશે. બાદમાં CBIની ટીમ મંગળવારે રાતથી લઈને બુધવાર રાત સુધી વારંવાર તેમના ઘરે પહોંચી પણ ચિદમ્બરમ ન મળ્યા.

આ પણ વાંચો: જે સ્કૂલમાં જેટલીના બાળકો ભણ્યાં ત્યાં જ પોતાના ડ્રાઈવર-કુકના બાળકોને પણ ભણાવ્યાં

English summary
Know about r parthsarathy who arrested p chidambaram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X