• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live: 48 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો, ચિદમ્બરમની થઈ ધરપકડ

|

આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ પર ધરપકડની તલવાર લટકી રહી છે. મંગળવારે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દિલ્હીના જોરબાગ સ્થિત તેમના નિવાસસ્થાન પર પહોંચી હતી પરંતુ ચિદમ્બરમ મળ્યા નથી. અહેવાલો અનુસાર પી.ચિદમ્બરમ અને તેના ડ્રાઇવરનો મોબાઈલ ફોન સ્વીચ આવી રહ્યો હતો. સીબીઆઈની ટીમ પણ મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીય મંત્રીના ઘરે પહોંચી હતી અને તેમના ઘરે નોટિસ ચોંટાડી દીધી હતી અને બે કલાકમાં સીબીઆઈ ઓફિસમાં હાજર રહેવા કહ્યું હતું, જોકે પી.ચિદમ્બરમ સીબીઆઈ ઓફિસમાં પહોંચ્યા ન હતા. તે જ સમયે, ચિદમ્બરમ દિલ્હી હાઈકોર્ટ થી ઝાટકો મળ્યા પછી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં આ કેસમાં બુધવારે સુનાવણી થવાની છે.

INX મામલોઃ CBIએ પી ચિદમ્બરમના ઘરે નોટિસ ચીપકાવી, કહ્યું-2 કલાકમાં હાજર થાવ

P Chidambaram

Newest First Oldest First
9:47 PM, 21 Aug
ચિદમ્બરમને લઈ જતી ગાડીને અટકાવવાની કોંગ્રેસી કાર્યકરો પ્રયત્નો કરી રહ્યા છે.
9:46 PM, 21 Aug
સીબીઆઈની ટીમે પી. ચિદમ્બરમની ધરપકડ કરી
9:27 PM, 21 Aug
સીબીઆઈના અધિકારીઓ દિવાલ કૂદીને ચિદમ્બરમના ઘરમાં ઘૂસ્યા, જુઓ વીડિયો.
9:26 PM, 21 Aug
પી ચિદમ્બરમના ઘર બહાર ચાલી રહ્યો છે મોટો ડ્રામા
9:26 PM, 21 Aug
થોડી જ સમયમાં પી ચિદમ્બરમની ધરપકડ થશે.
9:25 PM, 21 Aug
20 પોલીસ કર્મચારીઓ પણ પી. ચિદમ્બરમના ઘરે હાજર
9:11 PM, 21 Aug
નિવાસસ્થાનના પાછલા દરવાજેથી ચિદમ્બરમને લઈ જવાશે
9:10 PM, 21 Aug
હાલ ઘરમાં જ ચિદમ્બરમ બંધ છે.
9:10 PM, 21 Aug
ધરપકડ માટે સ્થાનિક પોલીસની પણ મદદ લેવાઈ રહી છે.
9:04 PM, 21 Aug
ગમે ત્યારે પી. ચિદમ્બરમની ધરપકડ થઈ શકે છે.
9:04 PM, 21 Aug
પી. ચિદમ્બરમના ઘરના બધા દરવાજા બંધ છે, ઈડી અને સીબીઆઈની ટીમ દિવાલ કૂદીને ઘરમાં ઘૂસી
9:03 PM, 21 Aug
ચિદમ્બરમ ઘરે પહોંચ્યા, દરવાજો ન ખોલતાં CBIની ટીમ દિવાલ કૂદીને ઘરમાં ઘૂસી
11:46 AM, 21 Aug
આઈએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગે છે. ઇડીએ તેની સામે લુકઆઉટ પરિપત્ર બહાર પાડ્યો છે
11:46 AM, 21 Aug
સીબીઆઈએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આ મની લોન્ડરિંગનો મામલો છે, કોર્ટે તેમાં કોઈ રાહત ન આપવી જોઈએ.
11:45 AM, 21 Aug
ચિદમ્બરમની અરજી અંગે સીજેઆઈ રંજન ગોગોઈ નિર્ણય કરશે, ન્યાયાધીશ રમન્નાએ કહ્યું કે તેઓ આ મામલાને મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને મોકલી રહ્યા છે.
10:36 AM, 21 Aug
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, સલમાન ખુર્શીદ અને વિવેક તંખા કોર્ટ રૂમમાં હાજર છે
10:36 AM, 21 Aug
વચગાળાની રાહતની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં ચિદમ્બરમના વકીલો ઘ્વારા વિશેષ રજા અરજી દાખલ કરવામાં આવી
10:34 AM, 21 Aug
ચિદમ્બરમના ઘરે પહોંચ્યા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે - તપાસ એજન્સીનું વલણ અયોગ્ય છે
9:14 AM, 21 Aug
પ્રિયંકા ગાંધી ચિદમ્બરમના બચાવમાં આવ્યા. તેમણે કહ્યું હતું કે- કોંગ્રેસ તેમની સાથે ઉભી રહેશે. અમે સત્ય માટે લડતા રહીશું. એક સમ્માનિત રાજ્યસભાના સદસ્ય અને પૂર્વ મંત્રીશ્રીએ અખંડિતતા સાથે દેશની સેવા કરી છે.
9:13 AM, 21 Aug
સીબીઆઈની ટીમ બુધવારે ફરી એકવાર પી.ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. સવારે સીબીઆઈની ટીમ દિલ્હીના પૂર્વ નાણાં મંત્રીના ઘરે પહોંચી હતી.
9:11 AM, 21 Aug
ઈડી મુજબ એરસેલ-મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણામંત્રી પી ચિદમ્બરમે કેબિનેટ કમિટીની રજામંદી વિના જ તેમને મંજૂરી આપી દેવામાં આવી હતી, આ ડીલ 3500 કરોડ રૂપિયાની હતી. જ્યારે આઈએનએક્સ મીડિયા હેરાફેરી મામલામાં પી ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ પર હેરાફેરી કરવાનો આરોપ છે.
9:11 AM, 21 Aug
પૂર્વ નાણામંત્રી પર આરોપ છે કે તેમણે કથિત રીતે એરસેલ-મેક્સિસને એફડીઆઈની મંજૂરી માટે આર્થિક મામલાની કેબિનેટ કમિટીને નજરઅંદાજ કરી દીધી હતી.
9:11 AM, 21 Aug
મંગળવારે મોડી રાત્રે સીબીઆઈની ટીમ બીજીવાર ચિદમ્બરમના ઘરે પહોંચી અને તેમના ઘર બહાર નોટિસ ચિપકાવી દીધી. આ નોટિસમાં ચિદમ્બરમને 2 કલાકમાં હાજર થવા માટે કહ્યું હતું.

English summary
INX Media Case: P Chidambaram Denied Anticipatory Bail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more