For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INX Media Case: પી ચિદમ્બરમને રાહત, કોર્ટે આપ્યા શરતી જામીન

INX Media Case: પી ચિદમ્બરમને રાહત, કોર્ટે આપ્યા શરતી જામીન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને મોટી રાહત મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કોંગ્રેસના નેતાને શરતી જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ઈડીના કેસમાં પી ચિદમ્બરમને જામીન આપ્યા છે. પી ચિદમ્બરમે કોર્ટને કહ્યું કે તેઓ પહેલા પણ તપાસમાં સહયોગ કરતા રહ્યા છે અને આગળપણ કોઈપણ પ્રકારની પૂછપરછ માટે તપાસ એજન્સી સમક્ષ ઉપલબ્ધ રહેશે.

ચિદમ્બરમને જામીન મળ્યા

ચિદમ્બરમને જામીન મળ્યા

જણાવી દઈએ કે ચિદમ્બરમ વિરુદ્ધ સીબીઆઈએ જે કેસ નોંધ્યો હતો તેમાં કોર્ટે પહેલા જ ચિદ્મબરમને જામીન આપી દીધા છે. એવામાં આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડીના કેસમાં જામીન મળ્યા બાદ ચિદમ્બરમ જેલથી બહાર આવી જશે. જો કે જેલથી ક્યારે છૂટશે તે અંગે કોઈ નિશ્ચિત સમય જણાવવામાં આવી રહ્યો નથી. કોર્ટના આદેશ મુજબ વિદેશ જતા પહેલા ચિદમ્બરમે મંજૂરી લેવી પડશે. ચિદમ્બરમે પણ કોર્ટને ભરોસો અપાવ્યો કે તેઓ આ મામલે સંબંધિત કોઈપણ પૂછપરછ માટે ઉપલબ્ધ રહેશે.

2 લાખના બોન્ડ પર જામીન મળ્યા

સુપ્રીમ કોર્ટે 2 લાખના ખાનગી બોન્ડ પર પી ચિદમ્બરમને જામીન આપ્યા છે. કોર્ટે પોતાના ફેસલામાં કહ્યું કે જામીન આપવાનો ફેસલો કેસના મેરિટ પર આધાર રાખે છે, સાથે જ જામીન આપવા કાનૂનના પ્રાવધાનમાં છે. પી. ચિદમ્બરમ આઈએનએક્સ મામલામાં 16 ઓક્ટોબરથી ઈડીની કસ્ટડીમાં છે. આ મામલે સીબીઆઈએ તેમને દિલ્હી સ્થિત આવાસથી 21 ઓગસ્ટે કસ્ટડીમાં લીધા હતા. રિમાન્ડ પૂરી થયા બાદ તેઓને તિહાર જેલ મોકલી આપવામાં આવ્યા હતા જ્યાંથી ઈડીએ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા.

પી ચિદમ્બરમ આજે છૂટી રહ્યા છે

પી ચિદમ્બરમ આજે છૂટી રહ્યા છે

સુપ્રીમ કોર્ટે જો કે દિલ્હી હાઈકોર્ટના આ વિચારથી સહમતિ જતાવી છે કે ગંભીર અપરાધમાં સક્રિય ભૂમિકા જામીનથી વંચિત કરવાનું એક કારણ હોય શકે છે. આર્થિક અપરાધ પણ ગંભીર અપરાધોની શ્રેણીમાં આવે છે. આ મામલે સુપ્રીમ કોર્ટે 28 નવેમ્બરે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો. 15 નવેમ્બરે દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવ્યા બાદ ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ દરમિયાન અહેવાલ મળી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટથી જામીન મળ્યા બાદ પી ચિદ્મબરમ આજે છૂટી શકે છે.

ચંદ્રયાન 2: ઈસરો અધ્યક્ષ કે સિવને નાસાનો દાવો ફગાવ્યો, વિક્રમ લેંડર વિશે કહી આ વાતચંદ્રયાન 2: ઈસરો અધ્યક્ષ કે સિવને નાસાનો દાવો ફગાવ્યો, વિક્રમ લેંડર વિશે કહી આ વાત

English summary
INX Media Case: supreme court granted bail of P chidambaram on bond of 2 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X